ચૂંટણીમાં પ્રજા નકારાત્મકતાને જોશ સાથે ફગાવી ચુકી : મોદી

400

કેરળના લોકપ્રિય ગુરુવાયુર કૃષ્ણ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ નરેન્દ્ર મોદી હેલિકોપ્ટર મારફતે કૃષ્ણ કોલેજ મેદાન ઉપર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ અભિવાદન સભાને સંબોધન કર્યું હતું. લોકસભા ચૂંટણી બાદ પ્રથમ વખત મોદી કેરળ પહોંચ્યા હતા અને કહ્યું હતું કે, કેરળ તેમના માટે એટલું જ મહત્વ રાખે છે જેટલું વારાણસી રાખે છે. તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકો કહે છે કે, કેરળમાં ભાજપનું ખાતુ ખોલાયું નથી છતાં પણ મોદી આભાર પ્રગટ કરવા માટે કેમ પહોંચ્યા છે પરંતુ તેઓ લોકોને કહેવા માંગે છે કે, કેરળ પણ તેના માટે એટલું જ મહત્વ રાખે છે જેટલું મહત્વ વારાણસીનું છે. મોદીએ કહ્યું હતું કે, જે લોકો અમને જીતાડે છે તે લોકો પણ અમારા છે અને જે લોકો અમને જીતાડવામાં ચુકી ગયા છે તે લોકો પણ અમારા છે. ગુરુવાયુરમાં જનસભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, લોકશાહીના ઉત્સવમાં હિસ્સો બદલ તેઓ તમામ લોકોનો આભાર માને છે. જનતા જનાર્દન ઇશ્વરના સ્વરુપ તરીકે છે. આ ચૂંટણીમાં દેશના લોકો સારી ચીજો જોઈ ચુક્યા છે. રાજકીય પક્ષો અને પંડિતો લોકોની વાસ્તવિકતાને જાણી શક્યા નથી પરંતુ પ્રજાએ ભાજપ અને એનડીએની તરફેણમાં પ્રચંડ જનાદેશ આપ્યો છે.

તમામ લોકોનો તેઓ આભાર માને છે. મોદીએ ગુરુવાયુરને પવિત્ર ભુમિ તરીકે ગણાવી હતી. મોદીએ એમ પણ કહ્યું હતું કે, અમે ભાજપના કાર્યકરો ચૂંટણી રણનીતિ માટે મેદાનમાં હોતા નથી. અમે ૩૬૫ દિવસ જનતાની સેવામાં રહીએ છીએ. અમે રાજનીતિમાં માત્ર સરકાર બનાવવા માટે આવ્યા નથી પરંતુ દેશ બનાવવા માટે આવ્યા છે. અમે જનપ્રતિનિધિ પાંચ વર્ષ માટે પ્રજા બનાવે છે પરંતુ અમે જનસેવક તરીકે કામ કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં પ્રજાએ નકારાત્મકતાને ફગાવી દીધી છે. ચૂંટણી ગાલા દરમિયાન ભારતની ૧૩૦ કરોડ પ્રજાએ રચનાત્મકતાનો સ્વિકાર કર્યો છે. એક નવા ગ્રોથની સાથે નકારાત્મકતાને ફગાવી દેવામાં આવી છે. વિશ્વમાં ભારતની સ્થિતિ વધારે મજબૂત બની છે. ઉડ્ડુકી, ગુરુવાયુર અથવા દ્વારકાધીશ અમારા માટે આ તમામની વચ્ચે એક ભાવનાત્મક સંબંધ છે. દ્વારકાધીશની જમીન ઉપરથી ગુજરાતમાં આવવાના કારણે ગુરુવાયુર ખાતે આ સંબંધ રહેલા છે. મોદીએ કહ્યું હતું કે, કેરળની યુવા પેઢી માટે પ્રવાસ રોજગારના માધ્યમ તરીકે છે. એનડીએ સરકારની યોજનાઓની અસર દેખાઈ રહી છે. દેશ પ્રવાસમાં માનચિત્ર પર ખુબ આગળ નિકળી ગયું છે. કેરળમાં હેરિટેજ ટ્યુરિઝમની વ્યાપક સંભાવના છે. સરકાર આના માટે કટિબદ્ધ છે. સાથે સાથે નિપાહ વાયરસને રોકવા માટે કેરળની મદદ કરવા માટે પણ પ્રતિબદ્ધ છે.

Previous articleપાકિસ્તાન અનેક મુદ્દાઓ પર વાત કરવા ઈચ્છુકઃ ઇમરાનની ભારત સામે કાકલૂદી
Next articleકેરળમાં મોનસુનની એન્ટ્રી : ચારેબાજુ ભારે વરસાદ