વિજ્ઞાનનગરીમાં બીજબોલ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ

530

૫ જુનની ઉજવણી રૂપે વિજ્ઞાનનગરી વનસ્પતિઓની સંખ્યામાં વધારો થાય અને ધરતી હરીયાળી બને તેવા ઉમદા હેતુથી એક નવા પ્રોજેક્ટ બીજબોલનું આયોજન સાંજે ૫ કલાકે કરેલ છે. જેમાં પર્યાવરણમાં રસ ધરાવતાં ૧૨ વર્ષ ઉપરના બાળકો, વડીલો અને સમગ્ર મિત્રોએ હાજર રહી બીજબોલ એટલે શું ? શા માટે ? કેવી રીતે તૈયાર કરાયા ? કેવા બીજનો ઉપયોગ કરવો ? વગેરે વિડિયો નિદર્શન અને ચર્ચા દ્વારા માર્ગદર્શન મેળવ્યું. આ માટે તજજ્ઞ કિશોરભાઇ ભટ્ટ અને સંસ્થાના અશ્વિનભાઇ પ્રજાપતિએ જરૂરી માર્ગદર્શન માહિતી આપી. લોકોને વૃક્ષો ઉગાડવા, બચાવવા, જતન કરવા, જળ બચાવો, જમીનમાં પાણી ઉતારવા પ્રેરણા આપી લોકોમાં વૈચારીક ક્રાંતિ લાવવાનો પ્રયત્ન કર્યો. કાર્યક્રમમાં આશરે  ૬૦ જેટલા લોકો એ ભેગા મળી પ્રત્યક્ષ બીજબોલ બનાવ્યા. આ બીજબોલ સૂકાઇ ગયા પછી ખુલ્લી જગ્યાએ રોડ સાઇડ, બગીચાઓમાં વરસાદ થયા પછી નાખવામાં આવશે.

તા.૬ જુન ના રોજ આ કાર્યક્રમમાં રોટરી ક્લબના ૬૦ જેટલા બાળકોને બીજબોલ અંગે જરૂરી માર્ગદર્શન આપીને તેમની પાસે બીજબોલ બનાવ્યા. જેને વરસાદ આવ્યા બાદ યોગ્ય જગ્યાએ નાખવામાં આવશે. બાળકોએ આ કાર્યક્રમમાં બીજ પરિચય આપ્યો અને વિજ્ઞાનિક અભિગમ વિકસાવવામાં પ્રયત્ન કરવામાં આવ્યો. આ બંને કાર્યક્રમને અંતે આશરે ૧૧૦૦ થી વધુ બીજબોલ બન્યા હતા.

Previous articleઅમદાવાદમાં ગ્રીન પ્લેનેટ દ્વારા ગ્રીનસીટીના દેવેનભાઇ શેઠનું  ‘વૃક્ષમિત્ર’ તરીકે સન્માન
Next articleરાજુલા જાફરાબાદ ખાંભા ખરીદ વેચાણ સંઘની પેનલ બિનહરીફ