વલભીપુરમાંથી ૬ જુગારી ઝડપાયા

125

વલભીપુરમાં એલસીબીએ દરોડો કરી જીતુભાઇ નાગજીભાઇ ધામેલીયા, રમેશભાઇ ઉર્ફે નરેશભાઇ હિંમતભાઇ રાઠોડ, મનીષભાઇ નારણભાઇ ડણીયા, મેહુલભાઇ ગોરધનભાઇ દેથળીયા, અલ્પેશભાઇ હિંમતભાઇ રાઠોડ અને કેશવભાઇ વશરામભાઇ સોલંકીને પૈસા પાનાંનો જુગાર રમતા ઝડપી લઈ પટમાંથી રોકડ રૂ.૨૪,૭૦૦ કબ્જે લઈ કાયદેસર કાર્યવાહી કરી હતી.
રંઘોળા ગામે વાડીની બહાર લેમ્પનું અંજવાળુ કરી જુગાર રમતા ૬ ઝબ્બે
ઉમરાળાના રંઘોળામાં અને વરતેજ તાબાના ત્રાંબક ગામે જુદા જુદા બે બનાવમાં પોલીસે પૈસા-પાના વતી જુગાર રમતા ૧૦ ખેલંદાઓને રોકડ રકમ સાથે ઝડપી લઇ તમામ સામે જુગારધારાની કલમ તળે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પ્રથમ બનાવમાં ઉપલબ્ધ વિગતો મુજબ ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે ઇન્દુભા ગોહિલની વાડીની બહાર ખુલ્લી જગ્યામાં લેમ્પના અંજવાળે પૈસા-પાના વતી કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતા ઉમરાળા પોલીસે દરોડો કર્યો હતો જેમાં નારણભાઇ સવસીભાઇ ચાવડા, બાબુભાઇ જીવાભાઇ પરમાર, આણંદભાઇ હિરાભાઇ કોતર, બાબુભાઇ કાનજીભાઇ પરમાર, મનુભાઇ આલાભાઇ પરમાર (રે.તમામ રંઘોળા) અને વલ્લભભાઇ રાજુભાઇ ધોળકીયા (રે.ઢસા, બૃહદગીરની ધાર પાસે) જુગાર રમતા મળી આવ્યા હતાં. પોલીસે જુગારના પટમાંથી રોકડ રકમ ૨૪,૫૦૦ કબ્જે લઇ તમામની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે ફરીયાદકા ગામે સ્મશાનની બાજુની દીવાલ પાસે સ્ટ્રીટલાઇટના અજવાળે જુગારની બાજી મંડાઈ હોવાની બાતમી મળતા વરતેજ પોલીસે દોડી જઇ તપાસ કરતાં કનુભાઈ વલ્લભભાઈ ચારોલીયા, ચેતનભાઇ ઓધવજીભાઇ ચુડાસમા, મધુભાઈ ઝવેરભાઈ પંચાળા અને વલ્લભભાઈ ચારોલીયા (રહે તમામ વરતેજ) પૈસા પાના વડે જુગાર રમતા મળી આવ્યા હતા પોલીસે જુગારના સાહિત્ય ઊપરાંત પટમાંથી રોકડ ૧૯૬૦ સાથે ચારેયને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Previous articleઘોઘાના જકાતનાકા પાસે બોલેરો ચાલકે બાઈકને અડફેટે લેતા બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Next articleભાવનગરમાં શહેર એક કોરોનાનો નવા કેસ નોંધાયો