૨ હજારનાં દરની રૂા.૨૧.૬૦ લાખની નકલી નોટો સાથે બે શખ્સો ઝડપાયા

737

જુનાગઢ રેન્જ આજીપી સુભાષ ત્રિવેદી તથાગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી તથા એએસપી અમિત વસાયા દ્વારા જિલ્લામાં દેશી વિરોધી પ્રવૃત્તિ કરનારા ઇસમો ઉપર વોચ રાખવા સૂચના થયેલ હોય જે અનુસંધાને ગઇ તા.૦૯ ના રોજ એસઓજી પો.સબ ઇન્સ. વીર.આર.સોનારા તથા સ્ટાફના કેતનભાઇ, નરવણસિંહ, મુકેશભાઇ ટાંક, ઇબ્રાહીમશા બાનવા, સુભાષભાઇ ચાવડા, નરેન્દ્રભાઇ કછોટ, વિજયભાઇ ગોવિંદભાઇ વંશ, ભુરાભાઇ અભેસિંહ ચૌહાણ તથા વુમન પો.કોન્સ અસ્મિતાબેન ચાવડા તથા ડા.ભૂપતગીરી મેઘનાથી, નારણભાઇ ચાવડા વિગેરે સ્ટાફના માણસો પ્રભાસ પાટણ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગ કરતા હતા દરમ્યાન બાતમી રાહે મળેલ હકિકત આધારે સોમનાથ શોપીંગ સેન્ટર પથિકાશ્રમ પાસેથી આરોપી પિયુષ પ્રદીપભાઇ કુબાવત રહે. હરમડીયા વાળાની પાસેથી ભારતીય બનાવટની રૂપિયા બે હજારની શંકાસ્પદ ચલણી નોટો નંગ-૫૮ કુલ રૂપિયા ૧,૧૬,૦૦૦ મળી આવેલ જે એફ.એસ.એલ. તથા બેંક અધિકારી દ્વારા પ્રાથમિક તપાસમાં બનાવટી જાલી હોવાનું ફલિત થતા અને આ જાલીનોટો તેવો પિયુષ પ્રદીપ કુબાવત રહે. હરમડીયા, તા.ગીરગઢડા, તથા તેના મિત્ર ચેતન યશવંતરાય જાની રહે.હરમડીયા તા.ગીરગઢડા તથા સંજય નટુભાઇ રાઠોડ રહે. હરમડીયા તા.ગીરગઢડા, યોગેશભાઇ વૈધ રહે. બરોડા વાળાઓએ મળી કલર પ્રિન્ટરથી ઝેરોક્ષ કરી બીજા લોકોને છેતરવા માટે બનાવેલ અને તેમાંથી આરોપી પિયુષ કુબાવતે સોમનાથ આવી ખરીદી કરવા જતા નોટો ચાલેલ નહીં જેથી પરત લઇ લીધેલ અને તે બાતમી આધારે પકડાય જતા નરવણસિંહ ગોહિલ દ્વારા ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ બાદ આ તપાસ દરમ્યાન અરોપીના ઘરેથી જાલીનોટો  બનાવવાની સાધન સામગ્રી તથા સહઆરોપી ચેતન યશવંતરાય  જાનીના ઘરેથી ભારતીય બનાવટની રૂપિયા બે હજારની શંકાસ્પદ ચલણી નોટો નંગ-૧૦૨૨ એમ મળી કુલ નોટો નંગ-૧૦૮૦ જેના કુલ રૂપિયા ૨૧,૬૦,૦૦૦ની મળી આવેલ હોય અને આ કામે પિયુષ પ્રદીપ કુબાવત, સંજય નટુભાઇ રાઠોડ પકડાય ગયેલ હોય જેના દિન-૦૪ના પોલીસ રીમાન્ડ મેળવી આ કામે અન્ય આરોપીઓ ચેતન યશવંતરાય જાની, યોગેશભાઇ વૈધ રહે.બરોડા વાળાઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. આ કામની આગળ તપાસ એસઓજી ગીર સોમનાથના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર વી.આર.સોનારા ચલાવી રહ્યા છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleએરપોર્ટ બાદ ST બસ સ્ટેન્ડમાં પણ ગ્રીનસીટી દ્વારા વૃક્ષારોપણ