દામનગર નાગરિક શરાફી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી

569

દામનગર નાગરિક શરાફી સહકારી મંડળી લી ની ૨૨  મી વાર્ષિક સાધારણ સભા મંડળી ના ચેરમેન હરજીભાઈ નારોલા ના અધ્યક્ષસ્થાને મળી હતી આ સભા માં વર્ષ ૨૦૧૮/૧૯ ના વાર્ષિક હિસાબો રજૂ કરતા નારોલાએ જણાવ્યું હતું કે ગત વર્ષ દરિમયાન મંડળી  એ ૩૨-૮૧ લાખ નો ચોખ્ખો નફો કરેલ છે મંડળી ૨૫૬ લાખ ની થાપણો ધરાવે છે મંડળી એ ૯૦૨ સભાસદો ને ૪૯૪ લાખ નું ધિરાણ કરેલ છે અને ૨૪૮ લાખ ની બેંક ડિપોઝીટ છે શેર ભંડોળ ૫૫-૧૯ લાખ રિઝર્વ ફંડ ૧૧૯-૯૭ લાખ અન્ય ફંડ ૨૨૦-૭૭ લાખ છે મંડળી નું એન પી એ શૂન્ય ૦ છે મંડળી ઓડીટ વર્ગ ( અ) આવેલ છે મંડળી સમયાંતરે સભાસદ ભેટ આપે છે ઉપરાંત ગત વર્ષ દરમ્યાન  મંડળી તરફથી દામનગર શહેરમાં તમામ રહેણાંક દુકાનો ઉપીયોગી ઉદ્યોગ શાળા ઓ બેંકો સંસ્થા ઓ ધાર્મિક સ્થળો તથા સરકારી કચેરી ઓ વી  માં વિના મૂલ્યે ૧૪ લીટર ની ક્ષમતા ધરાવતા ૫૦૦૦ જેટલા ડસ્ટબીન નું વિતરણ કરેલ છે.

આ સભા માં પેટા નિયમો સુધારા મંજુરી થઈ આવેલ તે તથા નફા ની ફાળવણી ને સર્વાંનુમતે મંજૂર રાખવા માં આવ્યા હતા બોર્ડ ઓફ ડિરેક્ટરો ની મુદત પૂર્ણ થતાં ૫. વર્ષ માટે બની હરીફ ચૂંટણી થયેલ છે જેમાં હરજીભાઈ નારોલા, માધવજીભાઈ સુતરિયા, રાજેશભાઇ કનાડીયા, લાલજીભાઈ નારોલા, બીપીનભાઈ મસરાણી, દેવચંદભાઈ આસોદરિયા, દિલીપભાઈ ભાતિયા, મોઇઝભાઈ ભારમલ, મધુબેન  મોણપરા, પ્રજ્ઞાબેન અજમેરા, કુસુમબેન સવાણી ચૂંટાઈ આવેલ છે મંડળી ના સ્થાપક હરજીભાઈ નારોલા સતત ૨૩ મી વખત ચેરમેન તરીકે તથા વાઇસ ચેરમેન તરીકે માધવજીભાઈ સુતરિયા અને એમ ડી તરીકે રાજેશભાઇ કનાડીયાની વરણી થવા પામેલ છે.

Previous articleભાવ. જિલ્લાકક્ષાનો કૃષિ મહોત્સવ લોકભારતી સણોસરા ખાતે સંપન્ન
Next articleઘોઘા તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ કુકડ ગામે યોજાયો