મેન્યુફેકચરિંગ સહિતના ક્ષેત્રે ૫૮૨૦૦ નવા જોબ ઉમેરાશે

579

મેન્યુફેકચરિંગ, એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્‌કચર જેવા સેક્ટરમાં આ નાણાંકીય વર્ષના એપ્રિલ-સપ્ટેમ્બર મહિનાના ગાળામા ૫૮૨૦૦ નવા જોબ ઉમેરવામાં આવનાર છે. આજે પ્રકાશિત કરવામાં આવેલા આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી છે. એપ્રિલ-સપ્ટેમ્બર ૨૦૨૦ માટેના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ ઇન્ડસ્ટ્રીઝમાં નેટ રોજગારીમાં બે ટકાનો વધારો થનાર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે મેન્યુફેકચરિંગ, એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટકચર સેક્ટરમાં વર્ષ ૨૦૧૮-૧૯ના ગાળા દરમિયાન ૬.૪૨ કરોડ નોંધાયા હતા. ઇલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ ઇકો સિસ્ટમ વર્ષ ૨૦૨૫ સુધી ૨૬ લાખ કરોડ સુધી રોકાણ  આંકડો પહોંચે તેવી શક્યતા છે. આ સેક્ટરમાં જોબમાં જોરદાર વધારો થનાર છે. હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મેન્યુફેકચરિંગમાં ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેટ ઓફ થીગ્સની રજૂઆત અને આધુનિકીરણના કારણે આ સેક્ટરમાં તેજી રહી શકે છે. વર્ષ ૨૦૨૦ સુધી દેશના જીડીપીમાં આ સેક્ટરનુ યોગદાન ૨૫ ટકાની આસપાસ રહી શકે છે. આની સાથે સાથે આ સેક્ટરમાં રોજગારીની તક પણ મોટા પાયે સર્જાશે. ભારતમાં ૭૭૫ ઉદ્યોગસાહસિકો અને ૮૫ બિઝનેસને આવરી લેતા ૧૯ સેક્ટરમાં અભ્યાસ કર્યા બાદ રિપોર્ટ જારી કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં ટાયર બે શહેરોમાં ભરતીના સેન્ટીમેન્ટના મામલે પાંચ ટકાનો વધારો થઇ શકે  છે. આવી જ રીતે ટાયર ત્રણ અને શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં ગ્રોથનો આંકડો બે બે ટકાની આસપાસ રહી શકે છે. જોબ માર્કેટને લઇને કેટલાક કારોબારી હજુ પણ આશાવાદી દેખાઇ રહ્યા છે. ખાસ કરીને ત્રણ સેક્ટરમાં સ્થિતી મજબુત રહી શકે છે.

Previous articleસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો
Next articleશેરબજારમાં મંદી પર બ્રેક : ૮૬ પોઇન્ટની રિકવરી