ગુનાખોરી ડામવા રાજુલામાં મંજુર થયેલ ડીવાયએસપી કચેરી શરૂ કરવા માંગણી

641
guj322018-3.jpg

રાજુલામાં મંજુર થયેલ ડીવાયએસપી કચેરી તાત્કાલીક અધિકારી સહિત કાર્યરત કરવા રાજુલા, જાફરાબાદના પદાધિકારીઓ તાલુકા પ્રમુખ કરણ પટેલ, વલ્કુભાઈ બોસ ચેમ્બર ઓફ કોમર્સની વધતા જતા ક્રાઈમ બાબતે તાબડતોબ શરૂ કરવા ગૃહ વિભાગમાં રજુઆત કરી હતી.
રાજુલા જાફરાબાદમાં આવેલ પાંચ મહાકાય કંપનીઓથી વધતો જતો જબરજસ્ત વિસ્તાર સેંકડો પર પ્રાન્તીઓમાં ગમે તેવા ગુન્હા કરી અહીની કંપનીઓમાં મંજુર તરીકે ગોઠવાઈ જઈ રાતનો મુળ ધંધો ગનાહીત પ્રવૃત્તિ શરૂ કરે છે માટે એ વાતો કઈક ગુન્હાઓ હજી અન ડીટેક્ટ પડ્યા છે અને દાડે દિવસે દેશી વિદેશી દારૂના ધંધા પણ ખુલ્લેઆમ શરૂ કરી દીધા છે. જાફરાબાદમાં રાજુલા પંથકમાં ધોમ દેશી વિદેશી દારૂના હાટડા ધમધમે છે કોઈ ગામ એવુ નહી હોય જ્યાં  દારૂની હેરાફેરી નહી થતી હોય અને આ બાબતે લોકો ત્રાસી ગયા છે કોી બહેન દિકરીની સલામતી નથી મારામારી ખુન લૂંટના બનાવો તાજેતરમાં શરૂ થઈ ગયા છે. માટે આવી પ્રુફ સહિત માહિતીઓ ગાંધીનગર ખાતે ગૃહ વિભાગમાં જવા તૈયારી કરી રહ્યા છે તેમજ જાફરાબાદના તાલુકા પ્રમુખ કરણભાઈ બારૈયા, રાજુલા  તાલુકાના તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી બકુલભાઈ વ્હોરાએ સાથે મળીને ગૃહ વિભાગના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર લખી તેમજ ભાજપ તાલુકા પ્રમુખ ભોળાભાઈ લાડુમોર સાથે ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ અને જિલ્લા મંત્રી ચેતનભાઈ શિયાળે પણ ગૃહમંત્રીને લેખીતમાં ધારદાર રજુઆત કરી છે.

Previous articleમધ્યાહન ભોજનનું રસોડુ બંધ તંત્રના આદેશથી શિક્ષકોએ વ્યવસ્થા કરી
Next articleજાફરાબાદની કામધેનુ ગૌશાળાના લાભાર્થે ૧.૧ર લાખનું દાન મળ્યું