પ્રજ્ઞાચક્ષુઓના પ્રેરણામૂર્તિ લાભુભાઈ સોનાણીનાં આત્મબળથી સિÂધ્ધના શિખરો સર કરવા સુધીની યાત્રા ઃ જીવનનો ધબકાર

604
bvn15102017-6.jpg

માત્ર ચાર વર્ષની નાની વયે પોતાની બન્ને આંખો અને પાંચ વર્ષની વયે માતાને ગુમાવનાર લાભુભાઈનું જીવન અનેક સંઘર્ષોથી ભરપુર છે પોતે પ્રજ્ઞાચક્ષુ હોવા છતા તેઓએ તમામ સંજાગોને વશ કરી સિÂધ્ધના શિખરો સર કર્યા છે. સામાન્ય સમાજને પ્રેરણા આપે તેવા આ પુસ્તકના કેટલાક અંશો પર નજર કરીએ તો-પિતાજીની કર્મનિષ્ઠા, પ્રમાણિક્તા અને માનવતાલક્ષી જીવનશૈલી એક પુત્રના જીવનમાં કેવા સંસ્કાર પુરે છે તેની પ્રત્યેક્ષ પ્રસ્તુતિ આ સ્મરણયાત્રામાં થાય છે. આર્થિક ગરીબીમાં સૌને જીતાડવા પિતાજીની માનસિક સમૃÂધ્ધ બીજી પેઢીમાં અદ્દભૂત રીતે સંક્રાંત થાય છે. જીવલેણ બિમારીઓ, કેટલાક લોકોની હતાશા, પ્રેરક ઉદગારો, આર્થિક સંકડામણ અને કાળો અંધકાર ! આવી Âસ્થતિમાંથી લેખકે પોતાના આત્મબળે નવી કેડી કંડારી હજારો દિવ્યાંગોના પ્રેરણામૂર્તિ શું કામ છે તેની સાતત્યતા આ પુસ્તકમાં જાવા મળે છે. ઘરનો માનસિક વારસો, મક્કમ મનોબળ, કર્મનિષ્ઠા અને પ્રમાણિક્તા જીવનમાં શું મહત્વતા ધરાવે છે તે લેખકે આ પુસ્તક દ્વારા ખુબ જ રમુજી અને વાંચવા મજબુર કરે તેવા જીવનના પ્રસંગોથી દર્શાવ્યું છે.
કામ સેવાનું એટલે કેટ-કેટલા વ્યવધાનો અને પ્રશ્નાર્થો પણ આવે, પણ ક્યારેય લાભુભાઈએ પીછેહઠ કરી હોય તેવું બન્યું નથી. ક્યારેક બીજા પાસેથી પૈસા ઉછીના લઈને પણ નિરાધાર અને શારીરિક ક્ષતિ ધરાવતા વ્યÂક્તઓ માટે ઝઝુમવું એ કાંઈ સામાન્ય વાત નથી. દેખતો માણસ પણ થાકીને હારી જાય એવા કામો કોઈ જ સ્વાર્થ વિના કરવા-કરાવવા એવી કર્મઠતા ઈશ્વરની કૃપા વિના મળવી અશક્ય છે. વળી આ રસ્તે કામ કરતા લાભુભાઈને હંમેશા સહકાર આપના પ્રજ્ઞાચક્ષુ પત્ની નીલાબેન અને દિકરી નિષ્ઠા પણ યશના સંપૂર્ણ અધિકારી છે.
જીવનની પા-પા પગલીથી શરૂ કરીને એક પ્રતિષ્ઠિત સંસ્થાના સંચાલક બનવા સુધીની એમની યાત્રા કેવી રહી તેનો ચિતાર તેમણે હસતા મુખે આલેખ્યો છે. વળી ક્યાંય-કોઈનેય ક્યારેય તેમણે ફરિયાદ નથી કરી. આવેલા દુઃખો અને ઘટેલી ઘટનાઓને તેઓ તેમના જીવનનું પ્રેરણાબળ ગણાવ્યું છે. દરેક બાબતોને વિધયાત્મક રીતે જાવાની આંતર-દ્રષ્ટિ એમને ઈશ્વરે આપીને સર્વદ્રષ્ટા કરી દીધા છે.
ખરેખર… જીવનમાં વિપત્તિઓનું આગમન ઈશ્વર દ્વારા કોઈવાર આપણને સૌને જાડવા માટે થતું હોય છે તેની પ્રતિતિ આ પુસ્તક દ્વારા થાય છે. પુસ્તકના અંતમાં તેઓએ પોતાનું વસીયતનામુ પણ કરેલ છે જે યુવાનો અને તેઓ સાથે સંકળાયેલા સૌએ અવશ્ય વાંચવું જાઈએ.
આ પુસ્તક ખરા અર્થમાં ગીતા સંદેશથી ઓછી સાતત્યતા ધરાવતું નથી માટે સમાજના પ્રત્યેક વર્ગે આ પુસ્તક અવશ્ય વાંચવું જાઈએ અને લાભુભાઈના જીવન પ્રસંગોનો સારાંશ પોતાના જીવનમાં અવશ્ય ઉતારવો જાઈએ. અંધશાળા ખાતેથી માત્ર ૧૦૦ રૂ.ની કિંમતે પુસ્તક મળશે.