શુભકાર્યોની સફળતા માટે કંકુ સિદ્ધ કરવાની વિધી

1909
bvn15102017-9.jpg

કંકુ સિદ્ધ કરવાની વીધી
આગામી દિવાળી, શુભ, લાભ, ધર્મ, અર્થ, મોક્ષ, અને કામ આ દરેક કાર્યોમાં સફળતા માટે અગિયારથી પાંચ દિવસ કંકુ સિધ્ધ કરવા માટે શુભ દિવસો છે. દરેક દિવસે (૧) થાળી લેવી ત્રાંબા પિત્તળ અથવા કાંસાની હોય તો વધુ સારૂ, તેમા વચ્ચમાં અંદાજે ૭ ઈંચ જેટલો મોટો સાથીયો કરવો અને ચાર ટપકાં કરવા ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સાથીયાની વચમાં ત્રાંબા અથવા માટીના કોડીયામાં દિવો પ્રગટાવવો. વિધિ પૂર્ણ થઈ જાય દીવો વધેરાય જાય પછી કંકુ થાળીમાંથી લઈને એક ડબ્બીમાં ભરી લેવું. પાચેય દિવસનું કંકુ એક જ ડબ્બીમાં ભરી લેવુ ત્યારબાદ સંપૂર્ણ વર્ષ તે કંકુનો ઉપયોગ કરવો ખાસ કરીને ઘરની બહાર નીકળો ત્યારે એ જ કંકુનો ચાંદલો કરીને બહાર નીકળવું જેથી કપરા કાર્યો પણ સરળ બને છે અને કાર્યમાં સફળતા મળી શકે છે.
૪ દિવસ ઘીનો દિવો કરવો માત્ર એક કાળી ચૌદશને રાત્રે ચમેલી અથવા સરસવનો દીવો પ્રગટાવવો પ્રથમ દિવસ અગિયારશથી શરૂઆત કરવી. 
(૧) તા ૧૫-૧૦-૨૦૧૭ને રવિવારે સવારે ૯ થી ૧૦-૩૦ લાભ ચોઘડિયાથી શરૂઆત કરવી, એક બાજાઠ ઉપર સ્થાપનનું કપડું પાથરી ઘઉ અથવા મગનો સાથીયો કરીને તેના ઉપર ગણપતિ બે સોપારી પંચામૃતથી સ્નાન કરાવી, શુધ્ધ પાણીથી સાફ કરીને બાજાઠ ઉપર સ્થાપન કરવું. અબીલ ગુલાલ, કંકુ, પધરાવી ફૂલહાર ચઢાવવા દીવો અગરબત્તીનો ધૂપ આપીનો ગોળ-ધાણાની પ્રસાદી ધરવી અને ગણપતિનો મંત્ર બોલવો ઃ 
વક્રતુંડ મહાકાય, સુર્યકોટી સમપ્રભ ।
નિર્વિÎનં કુરૂ મે દેવ, સર્વ કાર્યેષુ સર્વદા ।।
ત્યારબાદ ૧૦૮ વાર “ૐ ગં ગણપતયે નમઃ” જાપ કરવો. દીવો વધેરાય જાય પછી કંકુ ડબ્બીમાં ભરી લેવું.
તા.૧૭-૧૦-૨૦૧૭ને મંગળવારે ધનતેરસને શુભ દિને સવારે ૧૦-૩૦ થી ૧૨ ની વચ્ચે લાભ ચોઘડિયામાં લક્ષ્મીજી, સરસ્વતીજી, શ્રી યંત્ર, કુબેર યંત્રનું પૂજન કરવું. દીવો અગરબત્તીનો ધૂપ આપીને યથાશÂક્ત નૈવેદ્ય ધરીને આ મંત્ર પહેલા બોલવો ઃ“ૐ ગં ગણપતયે નમઃ” ત્યાર પછી શ્રીસૂકતમ ના સોળ શ્લોક વાંચવા અને “ૐ શ્રી મં મહાલક્ષ્મીવે નમઃ”ના મંત્રની એક માળા કરવી ત્યાર પછી એ કંકુ ડબ્બીમાં ભરી લેવું અને પાંચેય દિવસો મિત્રો સ્થાપન તેની જગ્યાએથી હલાવવું નહી. દરેક દિવસ માતાજી અને ભગવાન એક જ બાજાઠ ઉપર સ્થાપન રાખવું.
તા.૧૮-૧૦-૨૦૧૭ને બુધવાર કાળી ચૌદશને રાત્રે ૧૦ થી ૧૨ ની વચ્ચે પૂજાની શરૂઆત કરવી હનુમાનજીનો ફોટો અથવા મૂર્તિ અથવા કાલભૈરવદાદાની મૂર્તિ અથવા ફોટો અથવા મહાકાલી માતાનો ફોટો અથવા મૂર્તિ લઈને પૂજન કરી બાજાઠ ઉપર સ્થાપન કરવું શ્રીફળ વધેરવું અને તે પાણી ઘરમાં ચારેય દિશામાં છાંટવું અને પ્રસાદી ધરી દેવી અને પહેલા મંત્ર બોલવો ઃ
ૐ નમઃ સીધ્ધીવીનાયાકાય સર્વ કાર્યાણી સર્વ રાજ્ય વશીકર્ણાય શ્રી મ ૐ સ્વાહાઃ
બોલીને ચમેલી અથવા સરસવનો દિવો પ્રગટાવીને સુંદરકાંડના પાઠ અથવા ૧૦૮ હનુમાન ચાલીસાનાં પાઠ કરવા. જે જાતકો ને પનોતીનો સમય હોય તેમના માટે ખાસ આ પૂજનથી લાભ રહેશે. ત્યાર પછી તે કંકુ પેલી ડબ્બીમાં ભરી લેવું,.
તા.૧૯-૧૦-૨૦૧૭ને ગુરૂવારે દિવાળીના શુભ દિવસે વિષ્ણુ ભગવાન અને કુળદેવીનું પૂજન કરીને દીવો અગરબત્તી ધૂપ આપીને યથાશÂક્ત નૈવેદ્ય ધરાવીને ગણપતિનો મંત્ર બોલીને વિષ્ણુસહ† નામાવલીના હાજર નામ અને શ્રી સૂક્તમના સોળ શ્રલોક બોલવા અને દીવો વધેરાય જાય પછી કંકુ ભરી લેવું.
તા.૨૦-૧૦-૨૦૧૭ને શુક્રવારે ૬ઃ૪૧ થી ૧૧ કલાક સુધીમાં સ્થાપનમાં પધરાવેલ દેવી દેવતાનું પૂજન કરવું, ફુલહાર નૈવેદ્ય ધરાવીને આ મંત્રો બોવવા ઃ 
૧) ૐ શ્રી ગં ગણપતેય નમઃ
૨) ૐ શ્રી સં સરસ્વતીયે નમઃ
૩) ૐ શ્રી શં શારદાયે નમઃ
૪) ૐ શ્રી મં મહાલક્ષ્મીયે નમઃ
૫) ૐ શ્રી સુક્તમના સોળ શ્લોક બોલવા
૬) એક માળા ૐ શ્રી નમો ભગવતે વાસુદેવાય નમઃ 
૭) એક વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
૮) એક વાર ૐ શ્રી માતૃદેવો ભવઃ
૯) એક વાર ૐ શ્રી પિતૃદેવો ભવઃ
૧૦) એક વાર ૐ શ્રી સર્વદેવો ભવઃ
૧૧) કુળદેવીનું નામ ૧૧-૨૧ અથવા ૧૦૮ વાર બોલવું
ત્યાર પછી તે કંકુ ડબ્બીમાં ભરી લેવું.
મિત્રો આ પાંચ દિવસનું કંકુનો ઉપયોગ દરરોજ સવારે ચાંદલો કરવો શુભ કાર્યોમાં ઉપયોગ કરવો જેથી દરેક રીતે આપનું રક્ષણ થશે આર્થિક, માનસિક, અને શારિરીક રીતે પ્રગતિ મળશે.
– જીતુભાઈ સોની