આશાવર્કરની બહેનો દ્વારા સરકારના પુતળાનુ દહન કરાયું

577
bvn1102017-11.jpg

અમે ભાવનગર જિલ્લાની આશાવર્કર બહેનો ચંદ્રીકા સોલંકીના નેતૃત્વમાં છેલ્લા દોઢ વર્ષથી બંધારણનો અધિકાર સમાનકામ સમાન વેતન મેળવવા માટે લડત આપી રહ્યા છે અને છેલ્લા ૯ દિવસથી ગુજરાત રાજ્યના ૨૨ જિલ્લામાં બહેનો આશાવર્કર બહેનો પ્રતીક ઉપવાસ પર બેઠા છે. પણ સરકારના પેટનું પાણી પણ હલતુ નથી જેથી આજે આ શોષણ રૂપી રાવણના પુતળાનું શહેરના મોતીબાગ ટાઉન હોલ ખાતે દહન કરવામાં આવ્યુ હતું.  ૨ ઓકટોબર હોવાથી ગાંધી ચિંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ પર બેસી અને અન્ન જળનો ત્યાગ કરવાની આશા વર્કર બહેનો દ્વારા ચીમકી આપવામાં આવી છે.