ગોંડલ પંથકમાં કરા સાથે વરસાદ

1186
guj552018-4.jpg

એકબાજુ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિતના ઘણા રાજ્યોમાં પ્રચંડ તોફાન અને વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે ગુજરાતના ગોંડલ પંથકમાં પણ કરા સાથે વરસાદ પડતા વાતાવરણમાં પલટો આવ્યો છે. ગોંડલના કેટલાક વિસ્તારોમાં કરા પડતા આશ્ચર્યનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતના જુદા જુદા ભાગોમાં પણ મહત્તમ તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગો અને ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ રહી શકે છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, તાપમાન ૪૧ની આસપાસ રહી શકે છે પરંતુ બપોરના ગાળામાં લોકો તીવ્ર ગરમીનો અનુભવ કરી રહ્યા છે. રસ્તાઓ સુમસામ બની રહ્યા છે. હવામાન વિભાગ તરફથી હિટવેવને લઇને કોઇ ચેતવણી જારી કરાઈ નથી પરંતુ તીવ્ર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. આજે ગુરુવારના દિવસે પણ લોકો ઘરમાંથી બહાર નિકળવાનું ટાળતા નજરે પડ્યા હતા જેથી બપોરના ગાળામાં શહેરના મોટાભાગના રસ્તા સુમસામ બન્યા હતા.  હાલમાં વધતા તાપમાની વચ્ચે પાણીથી ફેલાતી બિમારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે.

Previous articleશક્તિસિંહ ગોહિલનું કોંગી આગેવાનો દ્વારા સન્માન
Next articleબિટકોઇનના પ્રકરણમાં કિરીટ પાલડિયા પોલીસ રિમાન્ડ પર