સમાજ નિર્માણથી રાષ્ટ્રનિર્માણ : ગ્લોબલ પાટીદાર સમીટનો ગાંધીનગરમાં પ્રારંભ

1063
gandhi612018-4.jpg

ગાંધીનગરમાં આજથી ત્રણ દિવસ માટે શરૂ થયેલા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જો કે સમિટ સરકાર દ્વારા નહિં પણ ખાનગી આયોજકો દ્વારા આયોજિત કરવામાં આવી છે. આ સમિટમાં ભાજપ અને કોંગ્રેસના પાટીદાર સાથે જોવા મળતાં અલગ માહોલ જોવા મળ્યો હતો. સીએમ અને ડેપ્યુટીસીએમ ઉપરાંત પક્ષ પ્રમુખ જીતુ વાઘાણી, કૌશિક પટેલની સાથે કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાની પણ જોવા મળ્યાં હતા. ૩૨ દેશોનાં ૧૦હજાર પાટીદારો હાજર રહ્યાં હતાં. પ્રદર્શનમાં ૫૦૦ જેટલાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.સમિટનું ઉદ્ધાટન કરતાં સીએમ રૂપાણીએ કહ્યું હતું કે આ સમિટના આયોજક ગગજીભાઈએ સમાજના ઉત્થાન માટે વ્રત પકડ્‌યું. લોકોને શિક્ષિત, દીક્ષિત, વિકસિત બનાવવાનું કામ સરકારનું  છે. સરકારે જે કામ કરવાનું છે તે સરદારધામ કરી રહ્યું છે. આ કામથી સમાજ સમાજ વચ્ચેનું અંતર ઘટશે. નવી પેઢીના યુવાનોને કામ મળે તેજ સાચા અર્થમાં વિકાસ ગણાય. ગુજરાતનો યુવાન જોબ સિકર(શોધનારો ) બદલે જોબ ગિવર( આપનારો ) બને તે ખૂબ જ સારી બાબત છે.સીએમ રૂપાણીએ કહ્યું હતું કે આ કામથી સમાજ સમાજ વચ્ચનું અંતર ઘટશે. સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એક કર્યો. નવી પેઢીના યુવાનોને કામ મળે તે જ સાચા અર્થમાં વિકાસ ગણાય. આ કાર્યમાં સમાજ જ નહિં પણ આખું ગુજરાત તમારી સાથે છે.જ્યારે પાટીદારની વાત હોય અને પાટીદાર અનામત આંદોલન વિશે વાત ન નિકળે તેવું બને નહિં. અનામત આંદોલનના મુદ્દે વિજય રૂપાણીએ કહ્યું કે હું કોઈ આંદોલનની વાત કરવા નથી માંગતો. વ્યથા નહિં વ્યવસ્થાએ જ સાચો રસ્તો છે. ગગજીભાઈએ સમિટ થકી વ્યવસ્થાનો રસ્તો અપનાવ્યો છે. તે આપણા બધાં માટે આનંદની વાત છે. 
ઉલ્લેખનિય છે કે ગાંધીનગરમાં શુક્રવારથી ત્રણ દિવસીય ગ્લોબલ પાટીદાર બીઝનેસ સમીટની શરૃઆત થઇ છે. ગ્લોબલ પાટીદાર સમીટમાં ૩૨ જેટલા દેશોમાંથી ૧૦ હજાર જેટલા પાટીદાર બીઝનેસમેન આ સમીટમાં ભાગ લઈ રહ્યાં છે. ત્રણ દિવસીય ચાલનાર સમીટમાં રોજના ત્રણ લાખ લોકો તેમા ભાગ લેશે તેવો અંદાજ વ્યકત કરવામાં આવ્યો છે. દેશ વિદેશમાંથી આવેલા પાટીદાર બીઝનેસમેનને આકર્ષવા માટે ૫૦૦ જેટલા સ્ટોલ પણ ઉપલબ્ધ છે. આ સમીટમાં રાજકીય આગેવાનો, વેપારી આગેવાનો તેમજ નેતાઓ પણ હાજરી આપી હતી.
 સરદારધામ દ્વારા મિશન ૨૦૨૬ અંતર્ગત પાટીદાર સમાજના સામાજિક અને આર્થિક વિકાસને વેગ આપવા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ૩૨ દેશમાંથી ૧૦,૦૦૦ જેટલા ડેલિગેટ્‌સ અને ૩,૦૦,૦૦૦થી વધુ મુલાકાતીઓ આ ઈવેન્ટમાં હાજર રહેશે એવો આશાવાદ આયોજકોએ સેવ્યો છે. સમાજના તમામ લોકોને આ ઈવેન્ટમાં ભાગ લેવા આમંત્રણ આવ્યું છે. ત્યારે તેમાં હાજરી આપવા માટે મુખ્યમંત્ર વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ખાસ હાજર રહ્યા છે. પરંતુ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. ખૂબ ઓછી સંખ્યામાં સમિટમાં ભાગ લેવા માટે લોકો પહોંચ્યા છે.
સમાજલક્ષી કન્વેન્શન
આર્થિક પાસાઓને અનુલક્ષીને આયોજીત કરવામાં આવેલુ દેશનું સર્વપ્રથમ સમાજલક્ષી કન્વેન્શન, સમાજ અને દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ દ્વારા પ્રેરણાદાયક વક્તવ્યો
કોર્પોરેટ જગત સાથે ચર્ચા-વિચારણા કરવાની અમૂલ્ય તક, બિઝનેસ મેનેજમેન્ટ અને ટેકનોલોજી અંગે ખાસ સેશન, ખ્યાતનામ નિષ્ણાંતો દ્વારા માર્કેટીંગ તેમજ બ્રાન્ડ બિલ્ડીંગ અંગે જાણકારી
મ્૨મ્ મિટીંગ્સ નું આયોજન 
ધંધા-વ્યાપારમાં વૃદ્ધિ માટે પ્રિ-રજીસ્ટર્ડ મ્૨મ્ મિટીંગની સુવિધા, મેન્યુફેક્ચરર્સ, હોલસેલર્સ, રિટેઈલર્સ, સર્વિસ પ્રોવાઈડર્સ તેમજ રો-મટીરીયલ સપ્લાયર્સ માટે ધંધાકીય-વ્યવસાયિક જોડાણની વિશેષ તકોઓનલાઈન રજીસ્ટ્રેશન તથા ડેલીગેટ્‌સની વિગતવાર માહિતી ઉપલબ્ધ, અરસપરસ સમયની અનુકૂળતા પ્રમાણે મીટીંગની સુવિધા
સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બિઝનેસ ડેલીગેટસ સાથે નેટર્વકિંગનો અનોખો અવસર
બિઝનેસ સેમિનારનું આયોજન 
સમાજના અગ્રણી ઉદ્યોગપતિઓ દ્વારા ધંધાકીય માર્ગદર્શન, નિષ્ણાંત વક્તાઓ દ્વારા બિઝનેસ મેનેજમેન્ટ અંગે વક્તવ્યો, સમાજને ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિશીલ બનાવવા હેતુસર ચર્ચા, બહેનો માટે રોગજારીની તકો અંગે ખાસ સેમિનાર, ટેક્સ પ્લાનિંગ, ઈમ્પોર્ટ-એક્ષપોર્ટ, ઓનલાઈન માર્કેટીંગ અને બેન્કિંગ વિશે ખાસ સેમિનાર, પરસ્પર ફાયદાકીય ર્સ્ેંની સવલતો
એક્ઝિબિશનનું આયોજન 
૫૦૦થી વધારે વિવિધ વ્યાપારી એકમો દ્વારા મેગા એક્ઝિબિશન, ૫૦,૦૦૦થી વધારે પ્રોડક્ટ્‌સનું પ્રદર્શન, આધુનિક ટેકનોલોજી અને નવીન પ્રોડક્ટસ અંગે જાણકારી, વ્યાપાર-ધંધા અંગે ચર્ચા કરવા માટેનું ઉત્તમ પ્લેટફોર્મ, જોબફેર માટે ગ્લોબલ કંપનીઓની ઉપસ્થિતિ, ઉદ્યોગો માટે સક્ષમ વ્યાવસાયિકો મેળવવાની અને કુશળ યુવાનો માટે રોજગારીની ઉત્તમ તક, ૧૦૦થી વધારે અગ્રણી કંપનીઓની ઉપસ્થિતિ