લોકસભામાં હોબાળા વચ્ચે ત્રિપલ તલાક બિલ રજૂ થયુ

1814

સંસદના પ્રથમ સત્રમાં આજે બંને ગૃહોમાં બિહારમાં જીવલેણ તાવના કારણે થઇ રહેલા  મોતના મામલે ભારે હોબાળો થયો હતો. સાથે સાથે ભારે ચર્ચાસ્પદ બિલ ત્રિપલ તલાક બિલ લોકસભામાં ફરી રજૂ કરવામાં આવ્યુ હતુ. લોકસભામાં કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યુ હતુ કે બાળકોના મોત થઇ રહ્યા છે જે ચિતાજનક બાબત છે. આ પ્રશ્નના જવાબમાં કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ કહ્યુ હતુ કે તેઓ પોતે માતા છે જેથી બાળકોના મોતની પિડાને સારી રીતે સમજે છે. દરમિયાન કેન્દ્રિય કાનુન પ્રધાન રવિશંકર પ્રસાદે ત્રિપલ તલાક બિલ રજૂ કર્યુ હતુ. લોકસભામાં આ બિલ રજૂ કરતા પ્રસાદે કહ્યુ હતુ કે આ કાનુનથી મુસ્લિમ મહિલાઓના અધિકારની સુરક્ષા થનાર છે. રવિશંકર પ્રસાદના નિવેદન બાદ સાંસદ ઔવેસીએ ત્રિપલ તલાક બિલને લઇને કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે આપને મુસ્લિમ મહિલાઓથી આટલી લાગણી છે તો કેરળમાં મહિલાઓ પ્રત્યે પ્રેમ કેમ નથી. આખરે સબરીમાલા મામલે સરકારનુ વલણ શુ છે.

૧૭મી લોકસભાનુ પ્રથમ સત્ર ૧૭મી જુનના દિવસે શરૂ થયુ હતુ. ગઇકાલે ગુરૂવારના દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યુ હતુ. જેમાં મોદી સરકારની ભાવિ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. કોવિન્દે તમામ મુદ્દાને આવરી લીધા હતા.  હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મોદીની આંધી વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતિ મેળવી હતી. ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ૩૦૩ સીટો જીતી લીધી હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટીને માત્ર ૫૨ સીટો મળી હતી. બજેટ સત્ર દરમિયાન લોકસભામાં પાંચમી જુલાઈના દિવસે નવા નાણાંમંત્રી નિર્મલા સીતારામન વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું સંપૂર્ણ બજેટ રજુ કરશે. બીજી અવધિમાં મોદી સરકારનું આ પ્રથમ બજેટ રહેશે. સામાન્ય ચૂંટણીના અનુસંધાનમાં તત્કાલિન નાણામંત્રી પિયુષ ગોહિલ દ્વારા વર્તમાન નાણાકીય વર્ષ માટે વચગાળાનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રિય કેબિનેટની બેઠક હાલમાં યોજાઈ હતી. જેમાં ૧૭મી લોકસભાનું સત્ર ૧૭મી જુનથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સત્રના પ્રથમ બે દિવસ દરમિયાન નવા ચૂંટાયેલા સાંસદોની શપથવિધીમાં ગયા હતા. ૧૯મી જુનના દિવસે લોકસભા અધ્યક્ષની ચૂંટણી  યોજવામાં આવી હતી. જેમાં બિડલા સર્વસંમતિથી ચૂંટાઇ આવ્યા હતા.  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૦મી જુનના દિવસે ગુરુવારના દિવસે સંસદના સેન્ટ્રલ હોલમાં સંસદના બન્ને ગૃહોને સંબોધન કર્યુ હતુ.  ચોથી જુલાઈના દિવસે આર્થિક સર્વે રજુ કરવામાં આવશે. જ્યારે ૨૦૧૯-૨૦ માટે કેન્દ્રિય બજેટ લોકસભામાં સવારે ૧૧ વાગ્યે રજુ કરવામાં આવશે. લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન કુલ ૩૦ બેઠક યોજાશે.આરજેડીના સાંસદ મનોજ સિંહાએ બિહારમાં જીવલેણ તાવના કારણે બાળકોના થઇ રહેલા મોતના મામલે ચર્ચા કરવા માટે નોટીસ ફટકારી હતી. કોંગ્રેસ પાર્ટી ત્રિપલ તલાક બિલને લઇને જોરદાર વિરોધ કરી રહી છે. પ્રસાદે કહ્યુ હતુ કે લોકોએ કાનુન બનાવવા અમને તક આપી છે.

Previous articleકર્ણાટકમાં વહેલી ચૂંટણીના સદર્ભે દેવગૌડાની પીછેહઠ
Next articleભારત યોગ રંગમાં રંગાયુ : કરોડો લોકોએ યોગ કર્યા