૧૨૫ વર્ષ જૂના એલિસબ્રિજને હેરિટેજ લુક સાથે રિનોવેટ કરાશે

441

અમદાવાદ શહેરની ઐતિહાસિક ધરોહર તરીકે એલિસબ્રિજ એટલે કે લક્કડિયા પુલ ઓળખાય છે. વર્ષ ૧૮૯રમાં ઇજનેર હિંમતલાલ ધીરજરામ ભચેચ દ્વારા આ પુલ બાંધવામાં આવ્યો હતો. શહેરમાં કમાન ધરાવતો આ  એક માત્ર પુલ હતો, જોકે લાંબા સમયથી બંધ પડેલા એલિસબ્રિજને હવે હેરિટેજ લુક સાથે રિનોવેટ કરાશે.

૧રપ વર્ષ જૂનો એલિસબ્રિજ વધતાં જતાં વાહનો માટે સાંકડો પડવાથી વર્ષ ૧૯૯૭માં બંધ કરાયો હતો. તેની બંને બાજુ નવો પુલ વર્ષ ૧૯૯૯માં રૂ.૧૮૦ કરોડમાં તૈયાર કરાયો હતો અને તેને સ્વામી વિવેકાનંદ પુલ નામ અપાયું હતું.

જોકે પુલના સ્ટીલના થાંભલા સાબરમતીના પ્રદૂષણના કારણે કાટથી ખવાઇ જતાં તજજ્ઞોએ પુલની મજબૂતી માટે વર્ષ ર૦૧રમાં તેને તોડી પાડીને ત્યાં નવો પુલ બનાવવાનું સૂચન આપ્યું હતું. બીઆરટીએસને નવા પુલ પર દોડાવવાની અને સ્ટીલની કમાનને નવા પુલ પર ખસેડવાનું પણ સૂચન અપાયું હતું, પાછળથી સત્તાવાળાઓએ નવા પુલનો પ્રસ્તાવ પડતો મૂકયો હતો.

હવે તેના રિપેરિંગ માટે ડિઝાઇન કન્સલ્ટન્ટ તરીકે ખાનગી એજન્સીની નિમણૂક કરાઇ છે અને પીએમસી વર્ક માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ બહાર પડાયા છે. એલિસબ્રિજને હેરિટેજ ગેલેરી તેમજ બાંકડા સહિત વિકસિત કરીને તેનો રાહદારી ઉપયોગ કરી શકાય તેવું આયોજન કરાશે.

Previous articleભારત યોગ રંગમાં રંગાયુ : કરોડો લોકોએ યોગ કર્યા
Next articleયાત્રા ધામ વિકાસ બાર્ડ દ્વારા ધાર્મિક સ્થાનોનો વિકાસ થશે