શિક્ષકની પ્રમાણિકતા, બેંકના ખાતામાં ભૂલથી જમા થયેલ નાણાં પરત કર્યા

518

પ્રવર્તમાન સમયમાં ખૂબ જવલ્લે જ પ્રમાણિકતાના ઉદાહરણો જોવા મળે છે. ત્યારે આવું જ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. વાલર ગામના સામાજિક આગેવાન પોપટસિંહ ટેમુભા સરવૈયાના પુત્ર અને નિલકંઠ વિદ્યાપીઠ, તળાજાનાં શિક્ષક જયેન્દ્રસિંહ પોપટસિંહ સરવૈયાએ બેંકમાં ભૂલથી જમા થયેલા નાણાં પરત કર્યા હતા.

વાત એમ બની કે કેરળની મુસ્લિમ જમાતના કોઇ વ્યક્તિ દ્વારા ભૂલથી જયેન્દ્રસિંહ પી. સરવૈયાના આઇસીઆઇસીઆઇ બેંકના એકાઉન્ટમાં મોબાઇલ બેન્કીંગથી ૪૫૦૦૦ અને ૨૦૦૦૦ નાં એમ બે ટ્રાન્ઝેક્શન થઇ જમા થિ ગયેલ જેની જાણ થતા જ એકપણ ક્ષણનો વિલંબ કર્યા વગર મૂળ માલિકનો ફોન આવતાં જ પરત કરવાની ખાત્રી સાથે ૩૦ મીનીટમાં રોકડ તેના ખાતામાં જમા કરાવી દિધા. વાત એમ બની કે જયેન્દ્રસિંહ સરવૈયાના એકાઉન્ટમાં છેલ્લા ૬ મહિનાથી કોઇ ટ્રાન્ઝેક્શન થયું ન હોવાથી એકાઉન્ટ વેરીફાઇ કરવું પડે એમ હતું. જેનો બે દિવસ જેટલો સમય લાગે એમ હતો. આ પ્રક્રિયાથી મૂળમાલિકનો વિશ્વાસ ઓછો ન થાય તે ધ્યાનમાં રાખી તેના ખાતામાં કેશ જમા કરાવી એક અનુકરણીય ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ અનુકરણીય કાર્યથી પ્રભાવિત થઇ મુસ્લિમ જમાતે પણ અભિનંદન પાઠવી ગુજરાતની અને ક્ષત્રિય સમાજની દિલેરીને બિરદાવી હતી. જે સમગ્ર તળાજા તાલુકા અને ક્ષત્રિય સમાજ માટે ગૌરવની વાત છે.

Previous articleરાજયમાં મેઘમહેરથી લોકોમાં ખુશી
Next articleરાણપુર તાલુકા શિક્ષક શરાફી મંડળીની સાધારણ સભા યોજાઈ