અમિત શાહ આજથી બે દિવસીય જમ્મુ-કાશ્મીરના પ્રવાસે

356

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવતીકાલથી બે દિવસ માટે જમ્મુ કાશ્મીરના પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રીની તૈયારી અંગે સમીક્ષા પણ કરશે.ગૃહ પ્રધાન બન્યા બાદ તેઓ પહેલીવાર જમ્મુ કાશ્મીરના પ્રવાસે જઈ રહ્યા છે.

તેઓ રાજ્યના સીઆરપીએફના ડીજી સાથે પણ બેઠક કરશે. આ પહેલા રાજ્યના રાજ્યપાલ સત્પપાલ મલિકે અમિત શાહ સાથે પહેલી જૂને મુલાકાત કરી. જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે માહિતી આપી હતી.૪૬ દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રા શિવરાત્રીના દિવસે શરૂ થઈ રહી છે. જે ૧૫મી ઓગષ્ટના રોજ પૂર્ણ થવાની છે. અમરનાથ યાત્રાની સુરક્ષા માટે સીસીટીવી, ડોગ સ્ક્વોડ, જોઈન્ટ કન્ટ્રોલ રૂમ સહિત સીઆરપીએફની ટુકડીને પણ સજ્જ કરવામાં આવી છે. આ ઉપરાતં જમ્મુ રેલવે સ્ટેશન પર પણ સુરક્ષા વધારવામાં આવી છે. કેમ કે, જમ્મુ રેલવે સ્ટેશન પર ૭૦ હજારથી વધારે યાત્રીઓ આવવાની સંભાવના છે. જમ્મુ રેલ્વે સ્ટેશન ઉપરાંત  કટરા રેલવે સ્ટેશન, ટનલ અને રેલવે પુલની સુરક્ષામા પણ વધારો કરવામાં આવ્યો છે.

Previous articleટ્રાફિક નિયમનો ભંગ કરનારને હવે ફરીથી ઇ-મેમો ફટકારાશે, કેમેરા નહીં હોય ત્યાં સ્થળ દંડ વસૂલાશે
Next articleઝારખંડમાં બસ ખીણમાં ખાબકતા ૬ના મોત : ૪૦ ઘાયલ