એરફોર્સની મ્યુઝીયમ બસ

713
guj6-2-2018-3.jpg

કોલેજના વિદ્યાર્થીઓ રક્ષા સેવાથી પરિચીત થાય અને રક્ષા સેવામાં જોડાય તેવા હેતુથી એરફોર્સ દ્વારા ખાસ વોલ્વો બસમાં મીની મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. મીની મ્યુઝિયમ સાથેની વોલ્વો બસ દિલ્હી-રાજસ્થાન થઈને આજથી ત્રણ દિવસ માટે ભાવનગર ખાતે આવી પહોંચેલ. આજે યુનિવર્સિટીના જુના કોર્ટ હોલ ખાતે આ મીની મ્યુઝિયમ બસ લવાઈ હતી. જ્યાં કોલેજના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ આ મ્યુઝિયમ નિહાળ્યું હતું અને રક્ષા સેવાથી માહિતગાર થયા હતા. (તસવીર : મનિષ ડાભી)