ગુજરાતની સાબરમતી નદી સૌથી વધૂ પ્રદૂષિત પુરવાર

2544
guj6-2-2018-1.jpg

અમદાવાદની સાબરમતી નદીની વાત આવે ત્યારે ઉડીને આંખે વળગે એવા રિવરફ્રન્ટથી આ નદી દેશ દુનિયામાં પ્રખ્યાત બની છે. જોકે, તાજેતરમાં કેન્દ્ર સરકારના રિપોર્ટમાં સાબરમતી નદી વિશે ચોંકાવનારો ખુલાશો થયો છે. જેને જાણેને તમને પણ આંચકો લાગશે. રિપોર્ટ પ્રમાણે ગુજરાત રાજ્યમાં આવેલી નદીઓમાં સૌથી વધારે પ્રદૂષિત નદીમાં સૌથી વધુ પ્રદૂષિત છે.
મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકારે પ્રદૂષિત નદીઓ અંગે રિપોર્ટ બહાર પાડ્યો છે. જેમાં ગુજરાતમાં સાબરમતી નદી સૌથી વધારે પ્રદૂષત ગણવામાં આવી છે. આ ઉપરાંત પ્રદૂષિત ૨૦ નદીઓ સાથે ગુજરાત રાજ્યમાં દેશમાં ચોથા ક્રમે પહોંચ્યું છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા નદીઓના પ્રદૂષણને ઘટાડવા માટે રૂ.૨૦૦ કરોડ ફાળવ્યા છે. ચાર વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૨૦૦ કરોડ વાપર્યા છતાં પરિણામ શૂન્ય હોય એવું લાગી રહ્યું છે.પ્રદૂષણના પાપીઓના કારણે અમદાવાદની શાન ગણાતી સાબરમતી નદીની પ્રદૂષણથી કફોડી હાલત થઈ ગઈ છે. ગટરનું ગંડુ પાણી, ફેક્ટરીઓ અને મીલોનું કેમિકલ યુક્ત પાણી સાબરમતી નદીમાં ઠલવાય છે જેના કારણે સાબરમતી નદી સૌથી પ્રદૂષિત નદીની યાદીમાં આવી ગઇ છે.