પ્લાસ્ટિક ઉદ્યોગના વિશ્વના ત્રીજા સૌથી મોટા પ્રદર્શનનું ગાંધીનગરમાં ૧૨ ફેબ્રુઆરી સુધી આયોજન

927
gandhi822018-2.jpg

ગુજરાતમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના વ્યાપ દ્વારા રોજગાર નિર્માણ, ઇનોવેશન્સ સ્ટાર્ટઅપ જેવા આધુનિક આયામોની નેમ વ્યક્ત કરી છે. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ એ ભવિષ્યનું વિકાસનું નવતર ક્ષેત્ર છે એમ  વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું. વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર માં યોજાઇ રહેલા પાંચ દિવસીય પ્લાસ્ટ ઇન્ડિયા-૨૦૧૮ એક્ઝિબિશન – કોન્ફરન્સ અને કન્વેન્શનનો પ્રારંભ કરાવ્યો હતો. આ સંદર્ભમાં તેમણે જાહેર કર્યું હતું કે પ્લાસ્ટિક ઉદ્યોગકારો, ઉદ્યોગોને નવી ગતિ આપવા સાણંદમાં રાજ્યનો બીજો પ્લાસ્ટિક પાર્ક નિર્માણ થશે. ભરૂચના દહેજમાં આ પ્રકારનો ડેડિકેટેડ પ્લાસ્ટિક પાર્ક રાજ્ય સરકારે કાર્યરત્‌ કર્યો છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.      
પ્લાસ્ટિક ઉત્પાદનો ‘ઝિરો ડિફેક્ટ’ પર્યાવરણ પ્રિય ઉત્પાદનો બની રહે તથા રિસાયકલિંગ અને ન્યૂ ઇન્વેન્શન્સથી પ્લાસ્ટિક ઉત્પાદનો વધુ સહજ બને તેવી રાજ્ય સરકારની અપેક્ષા છે. 
આ માટે ગુજરાત સરકારે પ્લાસ્ટિક ઉદ્યોગની ટેક્નોલોજીમાં નવા શોધ-સંશોધનોને વેગ આપવા વાપીમાં પ્લાસ્ટઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીની સ્થાપનાની પ્રક્રિયા ગતિમય બનાવી છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. 
મુખ્યમંત્રીએ રાજ્યમાં પ્લાસ્ટિક-પોલીમર્સના ઉદ્યોગોના વિકાસની તેજ રફ્‌તાર સરકારે જાણીને સ્પેસિફિક પ્લાસ્ટિક પોલિસી ઘડી છે અને ઉદ્યોગકારોના સૂઝાવને આધારે તેને વધુ ઇન્ડસ્ટ્રિયલ ફ્રેન્ડલી બનાવી છે. દેશના પોલિમર ઉત્પાદનમાં ૫૦ ટકાથી વધુ ફાળો ગુજરાતનો છે. એટલું જ નહિં, દેશના ચોથા ભાગનું પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલ કરીને ગુજરાત મોસ્ટ ઇકોફ્રેન્ડલી સ્ટેટ તરીકે ઊભરી આવ્યું છે. 
મુખ્યમંત્રીએ પ્લાસ્ટિક ઉદ્યોગોના રાજ્યમાં ૧૦ હજારથી વધુ એકમો કાર્યરત છે તેની છણાવટ કરતા ઉમેર્યું કે આમાના અધિકાંશ ઉદ્યોગો સ્જીસ્ઈ સેક્ટરના છે અને ૮૨,૦૦૦ લોકોને રોજગાર અવસર પૂરા પાડે છે. ઔદ્યોગિક રોકાણમાં આ ઉદ્યોગો ૫૫૮૦ કરોડનું રોકાણ ધરાવે છે એમ પણ તેમણે જણાવ્યું હતું. 
વિજયભાઈ રૂપાણીએ કેન્દ્રના વર્તમાન બજેટમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્જીસ્ઈ સેક્ટર માટે જે વિશેષ પ્રોત્સાહનો જાહેર કર્યાં છે તેનો લાભ પ્લાસ્ટિક ઉદ્યોગોને પણ મળશે તેમ જણાવ્યું હતું. ગુજરાતમાં આપણે સ્જીસ્ઈ સેક્ટરના ઉદ્યોગોને સાત ટકા વ્યાજ સબસિડી જેવા પ્રોત્સાહનો આપ્યા છે તેને પરિણામે પ્લાસ્ટિક ઉદ્યોગમાં નવા ઉદ્યોગકારો – યુવા સ્ટાર્ટઅપને બળ મળશે તેમ તેમણે જણાવ્યું હતું. 
મુખ્યમંત્રીએ આ પ્લાસ્ટ ઇન્ડિયા-૨૦૧૮ એક્ઝિબિશન ભવિષ્યની પ્લાસ્ટિક ઉદ્યોગ ઉત્પાદનોની નવી ઊંચાઇઓ પાર કરવા સાથે સામુહિક મંથન-ચિંતન અને નવા આવિષ્કારો માટે દિશાદર્શક બનશે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  
પ્લાસ્ટ ઇન્ડિયા-૨૦૧૮ના ૧૦મા એક્ઝીબિશનના ઉદઘાટન પ્રસંગે રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે ગુજરાતને એક્ઝીબિશન માટે શ્રેષ્ઠ સ્થળ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશનું આર્થિક માળખું વધુ ને વધુ મજબૂત બન્યું છે. 
અવસરે ગુજરાતના મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘે દેશના ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતનું શ્રેષ્ઠ યોગદાન અને પ્લાસ્ટિક મેન્ય ુફેકચરીંગમાં ગુજરાત અગ્રેસર હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે પ્લાસ્ટ ઇન્ડિયા-૨૦૧૮ના નેશનલ એક્ઝિકયુટીવ કાઉન્સીલ ના ચેરમેન રાજીવ ચિતલિયાએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. 
આ પ્રસંગે નેશનલ એડવાઇઝરી બોર્ડના એમ. પી. કાપડિયાએ આ ૧૦મા પ્લાસ્ટ ઇન્ડિયા એક્ઝીબિશનને વિશ્વભરનું આગવું એક્ઝીબિશન ગણાવ્યું હતું. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં પ્લાસ્ટિક ઉદ્યોગકારો, એક્ઝીબિટર્સ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Previous articleઈન્સ. ઓફ એડવાન્સ્ડ રીસર્ચ, ગાંધીનગરનો પ્રથમ પદવીદાન સમારંભ સુપેરે સંપન્ન થયો
Next articleબાલીનીવાવ અને ભટવદર ગામે બનતા પુલના કામમાં ભારે ભ્રષ્ટાચાર