બાલીનીવાવ અને ભટવદર ગામે બનતા પુલના કામમાં ભારે ભ્રષ્ટાચાર

1324
guj822018-2.jpg

જાફરાબાદ તાલુકામાંથી પસાર થતો નેશનલ હાઈવે ૮-ઈ ઉપર બાલાની વાવ તથા ભટ્ટવદર ગામે નદી ઉપર ચાલતા પુલના કામમાં વ્યાપક પણે ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો હોય તેમ પુલના કામમાં સ્ટોન્ડ પટકા લોખંની જગ્યાએ હલકી ગુણવતાનું લોખંડ વાપરી માટી વાળી રેતી તથા કાંકરી વાપરી વ્યાપક પણે નબળુ કામ થઈ રહ્યા છે. આ બાબતે બાલાની વાવ ગામે રહેતા આર.ટી.આઈ. કાર્યકર પ્રતાપભાઈ વરૂએ સ્થ્ળ ઉપર મુલાકાત લઈ સ્થાનિક એસો.ને રજુઆત કરી કામ અટકાવવા અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ થયા બાદ કામ ચાલુ કરવા જણાવેલ છે. 
પ્રજાના ટેક્ષ રૂપી રૂપિયા ચાંઉ કરી જવાનું ઉપરોકત પુલના કામમાં ચાલતા ભ્રષ્ટાચારી કામની તપાસ કરવા અને થયેલુ હલ્કુ કામ તોડીપાડી નવેસરથી કામ કરવવા સાથે પેટા કોન્ટ્રાકટર પાસેથી કામ લઈ જે એજન્સીને કામ સોપેલ છે. તેની પાસ કાર્યદક્ષ અને પ્રમાણિક અધિકારીની દેખરેખ નીચે કામ કરાવવા ભીખુભાઈ બાંટાવાળાએ માંગ કરેલ છે