રાજદ્રોહ અને આફ્સ્પાથી ચૂંટણીમાં નુકસાન થયું હતુ

436

કોંગ્રેસની લીડરશીપને લઇને અનિશ્ચિતતાની વચ્ચે વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કારમી હાર માટે પાર્ટીના ઘોષણાપત્રમાં ખામીઓને રજૂ કરી છે. આનંદ શર્માએ કહ્યું છે કે, રાજદ્રોહના કાયદાને ખતમ કરવા અને આર્મ્ડ ફોર્સ (સ્પેશિયલ પાવર) એક્ટમાં ફેરફાર કરવા જેવી બાબતોને ઘોષણાપત્રમાં સામેલ કરવાથી નુકસાન થવાની વાત કરી છે. અત્રે નોંધનીય છે કે, કોંગ્રેસના ઘોષણાપત્રમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, કાશ્મીરમાં સેનાની તૈનાતીને ઓછી કરી દેવામાં આવશે. આના ઉપર આનંદ શર્માએ કહ્યું હતું કે, પુલવામા હુમલા અને બાલાકોટ હવાઈ હુમલા બાદ ભાજપના અતિરાષ્ટ્રવાદના પોતાના ફાયદા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાલાકોટ હવાઈ હુમલાને રાજકીય રંગ આપવાના પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવ્યા હતા.

પાર્ટી આવા માહોલમાં સંતુલન જાળવવામાં સફળ રહી ન હતી. પાર્ટીના ઘોષણાપત્રના સંદર્ભોને ભાજપે ખોટીરીતે રજૂ કર્યા હતા. આનંદ શર્માએ ચૂંટણી બાદ પાર્ટીમાં સંકટ હોવાની વાત સ્વીકારી લીધી હતી.

શર્માએ કહ્યું હતું કે, સંકટની સ્થિતિ ચોક્કસપણે બનેલી છે. આટલી મોટી હાર થશે તેમ ક્યારે પણ વિચાર્યું ન હતું. કોંગ્રેસ અધ્યક્ષે રાજીનામુ આપી દેવાની ઓફર કરી હતી જેનો અસ્વિકાર કરી દેવામાં આવ્યા બાદ અસમંજસની સ્થિતિ બનેલી છે. આનંદ શર્માનું કહેવું છે કે, ઇમાનદારીરીતે આગળ વધવાનો સમય આવી ગયો છે. આત્મનિરીક્ષણ કરવાની જરૂર પણ દેખાઈ રહી છે. મુદ્દા અને પરિબળોની ઓળખ કરવી પડશે. ક્યાં ભુલ થઇ છે તેની ખાતરી કરવી પડશે. સંગઠન અથવા પ્રચારમાં ક્યાં નબળાઈ હતી તેની પણ બાબત ધ્યાનમાં લેવી પડશે. કારણ કે ચૂંટણી બાદ પણ ચૂંટણી પ્રક્રિયા ખતમ થશે નહીં. ઘોષણાપત્રમાં ત્રણ ચીજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં રાજદ્રોહ કાનૂનને ખતમ કરવા અને આફ્પ્સામાં ફેરફાર કરવાની બાબતનો સમાવેશ થાય છે. આ બંને મુદ્દાઓને પ્રજાની વચ્ચે ખોટીરીતે રજૂ કરવામાં આવ્યા હતા. ત્રીજા પોઇન્ટ અંગે પૂછવામાં આવતા શર્માએ કહ્યું હતું કે, આ મુદ્દો કાશ્મીરમાં સેનાની તૈનાતી સાથે સંબંધિત છે. કોંગ્રેસના ઘોષણાપત્રની બાબતો સપાટી ઉપર આવ્યા બાદ ભાજપે આકરા પ્રહાર કર્યા હતા. પાર્ટીએ કહ્યું હતું કે, કોંગ્રેસના દસ્તાવેજોમાં ખુબ જ ખતરનાક વિચારો રજૂ કરવામાં આવ્યા છે. એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, મુખ્ય વિરોધ પક્ષો ટુકડે ટુકડા ગેંગની સાથે છે. ૨૦૧૬માં જેએનયુમાં અફઝલ ગુરુ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આનંદ શર્માએ કોંગ્રેસની પ્રચાર સમિતિના પ્રભારી તરીકે ભૂમિકા ભજવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતો માટે કરવામાં આવેલા ચૂંટણી વચન ન્યાયની અસર થઇ નથી. કારણ કે, આને ખુબ મોડેથી એપ્રિલમાં રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આને ચૂંટણીથી ઓછામાં ઓછા છ મહિના પહેલા લાવવાની જરૂર હતી.

Previous articleવન નેશન વન કાર્ડને લાગૂ કરવા મોદી સરકાર તૈયાર
Next articleચંદ્રાબાબૂના રિવર ફ્રન્ટ બંગલાને પણ તોડવાની તૈયારી, એક સપ્તાહમાં ખાલી કરવાની નોટિસ