રાજુલામાં અલ્ટ્રાટેક ગુજરાત સિમેન્ટ દ્વારા મહિલાઓની ઉંચી ઉડાન કાર્યક્રમ યોજાયો

531

અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ, ગુજરાત સિમેન્ટ વર્કસ કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી દ્વારા ઉડાન પ્રોજેક્ટના મહિલા કૌશલ્ય વિકાસ અંતર્ગત મહિલાઓને પગભર કરવાના હેતુથી સિલાય તથા ડ્રેસ ડિઝાઇનીંગની તાલીમ અપાઇ જેમાં કોવાયા, ભકોદર, લોથપુર, શિયાળબેટ વિગેરે જેવા ગ્રામ્ય વિસ્તારોમાંથી મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ તાલીમનું ઉદ્દઘાટન ગત માસ દરમ્યાન અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડના આત્મિકા લેડીસ ક્લબના પ્રેસિડેન્ટ શ્રીમતિ દયા તિવારીના હસ્તક કરાયુ ંહતું. આ તાલીમ દરમ્યાન તજજ્ઞ મહિલા પ્રશિક્ષકો દ્વારા પ્રેકટિકલ અને થિયરીકલ તાલીમ અપાઇ. જેમાં અલગ અલગ પ્રકારની નવીનતમ ડિઝાઇનર ડ્રેસ બનાવાયા. આ તાલીમ દરમ્યાન ઉત્તિર્ણ થયેલ મહિલાઓને પ્રોત્સાહન આપવા સીએસઆર દ્વારા સર્ટિફિકેટ અને ઇનામ કાર્યક્રમ યોજાયો તથા સાથે સાથે તેમણે બનાવેલ નવીનતમ કપડાઓનું પ્રદર્શન યોજાયું. અને કોવાયા સ્કુલની વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત દ્વારા આયોજન કરાયું હતું. દયા તિવારી, વિજ્યાશ્રી, અર્ચના ઉપલાંચિવાલ, મલ્લિકા સદાનંદ, તથા અન્ય કમિટી મેમ્બરની ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમ દરમ્યાન દયા તિવારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહિલાઓને પોતાના પગભર થવાં માટે આ પ્રથમ ચરણ ખૂબ આવકાર્ય છે. તેમના દ્વારા રજુ થયેલ પ્રદર્શની પણ ખૂબ પસંદ કરી અને આશ્વાસન આપ્યું કે લેડીસ ક્લબ તરફથી સમયે સમયે જરૂરી સહાય મળતી રહેશે. સાથે પ્રોત્સાહિત કરવા માટે તેમના હાથે ટુલકિટ વિતરણ કરાયું.

આ કાર્યક્રમ દરમ્યાન સીએસઆરના અધિકારી વિનોદ શ્રીવાસ્તવ દ્વારા જણાવાયું કે ૧૨૭ મહિલાઓએ આ કાર્યક્રમ અંતર્ગત અને આગામી મહિનાઓમાં ૭૦ જેટલી મેહિલાઓને પ્રશિક્ષિત કરાશે. અને સાથે સાથે સીએસઆર વિભાગ દ્વારા થતાં વિકાસના કાર્યોને પીપીટી અને ડોક્યુમેન્ટરી ફિલ્મનું રાજેન્દ્ર કુશ્વાહા દ્વારા રજુ કરાયું.

આ કાર્યક્રમને સફળ બનાવવા ભરત પટેલ, વિનોદ શ્રીવાસ્તવ, રાજેન્દ્ર કુશ્વાહા તથા સમસ્ત ટીમનો અથાક પ્રયત્ન રહ્યો.

Previous articleખમીદાણા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Next articleમેડીકલ સાયન્સ ક્ષેત્રે ડા.ભાર્ગવી ડોડીયાએ મેળવી અનેરી સિદ્ધિ