મેડીકલ સાયન્સ ક્ષેત્રે ડા.ભાર્ગવી ડોડીયાએ મેળવી અનેરી સિદ્ધિ

535

રાજકોટના ડા.ભાર્ગવી જયદીપસિંહ ડોડીયાએ મેડીકલ ક્ષેત્રની શ્રેષ્ઠ અને કઠીન ગણાતી એવી રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ, ન્યુ દિલ્હી દ્વારા લેવાતી ડી.એન.બી. પરીક્ષા પહેલા જ પ્રયાસે પાસ કરી છે. ડા.ભાર્ગવી એ ડી.એન.બી. (એનેસ્થેસીયોલોજી)માં થીયરી, પ્રેકટીકલ અને થીસીસ રાઇટીંગ ત્રણેયમાં એક સાથે ઝળહળતી સફળતા મેલવી છે. બી.જે.મેડીકલ કોલેજ, અમદાવાદના વિદ્યાર્થીની ડા.ભાાર્ગવી ડોડીયાએ ૬૩.૮૦ ટકા ગુણ મેળવ્યા હતા અને વર્ષ ૨૦૧૬માં ગુજરાત યુનિવર્સિટીની ડીપ્લોમાં ઇન એનેસ્થેસ્યોલોજીની પરીક્ષામાં ૬૯.૧૬ ટકા મેળવી સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ડા.ભાર્ગવી ડોડીયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, અંગ્રેજી ભવનના અધ્યક્ષ પ્રો.જયદિપસિંહ ડોડીયા અને સિવિલ હોસ્પીટલ રાજકોટના આસી.નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ ધીરજબા ડોડીયાના પુત્રી અને આર્કીટેકટ કુલદિપસિંહ ડોડીયાના નાની બહેન છે.

Previous articleરાજુલામાં અલ્ટ્રાટેક ગુજરાત સિમેન્ટ દ્વારા મહિલાઓની ઉંચી ઉડાન કાર્યક્રમ યોજાયો
Next articleઇકો કારમાં સંતાડેલા ઇગ્લીંશ દારૂનો જથ્થો ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાંચ