સિહોરમાં વરસાદી પાણી ફરી વળતા દુકાનોમાં પાણી ભરાયા, દિવાલ પડી

709

ગઇકાલે સિહોરમાં વરસાદને કારણે અમુક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ભારે નુકશાન થયું હતું. જેમાં સિહોર શહેર મેઇન બજારમાં અવધ કોટલેકમાં નીચેના ભાગે પાણી ભરાય જતા તમામ દુકાન વગેરે નુકશાન થયેલ. બ્રહ્મકુંડમાં પણ પાણી ભરાતા સામુદ્રી માતાજીના મંદિરમાં પણ પાણી ભરાયા તેમજ ધુમડસા વિસ્તારમાં રહેત વીનુભાઇ ભીલના ઘરમાં પાછળની દિવાલ તોડી  પાણી ઘરમાં ઘૂસી જતા ઘરવકરી તમામ પાણીમાં તણાઇ ગયેલ. પોતાની દિકરીનું અષાઢી બીજના દિવસે વેવિશાળ હોય એન ઘર પડી જતા હાલ તે સાવ નોંધારા થઇ ગયા હતા. સરકાર દ્વારા તેઓને સહાય મળે તેવી વિનંતી કરી છે. સિહોર શહેરમાં તમામ જગ્યાએ પાણી ઠાંઠળ પથ્થર રેતી વગેરે ભરાયા હાલ સિહોર નગરપાલિકા સેનેટરી વિભાગ દ્વારા તમામ રોડ રસ્તા સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને નુકશાન થયેલ હોય ત્યાં તમામ જગ્યાએ સિહોર નગરપાલિકા ચિફ ઓફીસર બી.આર.બહાળે સ્થળે મુલાકાત પણ કરી હતી અને યોગ્ય કરવા પણ સૂચના આપવામાં આવેલ છે.

Previous articleભાવનગરનાં વધુ એક ઉદ્યોગને તાળા લાગ્યા, આલ્કોક એશડાઉન હવે બંધ.
Next articleઆખલોલ પુલમાં કાર સાથે તણાયેલા ૭ પૈકી બેની લાશ મળી, બે લાપત્તા