પૂ. જલારામ બાપાની ૧૩૭મી પુણ્યતિથી વિરપુર સહિત સમગ્ર વિશ્વમાં ભક્તિમય કાર્યક્રમોનું આયોજન

2240
gandhi9122018-7.jpg

આજ રોજ પૂ. શ્રી જલારામ બાપાની ૧૩૭મી પુણ્યતિથી છે. પૂ. શ્રી જલારામ બાપાની પુણ્યતિથી નિમિત્તે તેમની જીવન ઝરમર વિષે નજર કરીએ તો તેઓના માતા રાજબાઈ તેમજ પિતા પ્રધાન ઠક્કર ખૂબ જ ધાર્મિક પ્રકૃતિના હતાં. ધાર્મિક માતા રાજબાઈના કુખે પૂ.  જલારામ બાપાનું અવતરણ થયું. સેવા અને ધર્મનો વારસો તો પૂ. શ્રી જલારામ બાપાને શરૂઆતથી જ પ્રાપ્ત થયેલ.  સંત ભોજલરામને ગુરુ બનાવ્યા અને વીરપુરમાં સદાવ્રત કાર્યરત કર્યું જે આજે પણ કાર્યરત છે. વીરપુર આવનાર સૌ કોઈને પ્રેમથી પ્રસાદ  – જમાડવામાં આવે છે. કારમા દુકાળના સમયમાં પણ પૂ. શ્રી જલારામ બાપાએ લોકોની ખૂબ સેવા કરી હતી. 
આજના સમયમાં પણ લોકો એમ માને છે કે જો ખરા હ્ય્દયથી શ્રી  જલારામ બાપાને પ્રાર્થના કરવામાં આવે તો પૂ. શ્રી જલારામ બાપા લોકોની મનોકામના પૂર્ણ કરે છે. 
પૂ. જલારામ બાપાએ અવિરત સેવા કરતા કરતાં પોતાના દેહની સામે જોયું જ ન હતું. રાત-દિવસ સતત અવિરત બસ ભજન અને ભોજન જ તેઓનું લક્ષ્ય હતું. તેઓના આંગણે આવેલ કોઈ પણ ભોજન વગર પરત ન જાય તેનું તે સતત ખ્યાલ રાખતા. તમામની સેવા કરતાં કરતાં પૂ. શ્રી જલારામ બાપાએ સંવત ૧૯૩૭ મહા વદ-૧૦, બુધવારને તા. ૨૩-૦૨-૧૯૮૧ના રોજ પોતાનો દેહત્યાગ કર્યો. 
પૂ. જલારામ બાપાની આજે ૧૩૭મી પુણ્યતિથી નિમિત્તે વિરપુર સહિત સમગ્ર વિશ્વના અનેક સેવાના કાર્યો કરવામાં આવતા હોય છે. 

Previous articleપૂર્વ ઉદ્યોગમંત્રી અનિલભાઈ પટેલનું નિધન
Next articleપુર્વ ડેપ્યુટી મેયર અને કોર્પોરેટર કાર્તિક પટેલ સિવિલ હોસ્પિટલ મુલાકાતે