એન.એસ.વિશ્વનાથનની RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે નિમણૂંક

841

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેપ્યુટી ગવર્નર તરીકે એકવાર ફરી એનએસ વિશ્વનાથનની નિમણૂક થઈ છે. આ પહેલા વિશ્વનાથનને ૪ જુલાઈ ૨૦૧૬ના રોજ કેન્દ્રીય બેંકમાં ત્રણ વર્ષ માટે ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનું કાર્યકાળ ૩ જુલાઈ ૨૦૧૯ના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. પરંતુ તેમને ફરી એક વર્ષ માટે નિમણૂક કરવામાં આવ્યા છે.હાલના સમયમાં મહેશ જૈન સિવાય રિઝર્વ બેંક પાસે બે ગવર્નર છે. જેમાંથી એક છે બીપી કાનૂનગો. સૌથી વરિષ્ઠ ડેપ્યુટી ગવર્નર એનએસ વિશ્વનાથન છે. વિરલ આચાર્ય મારફતે રાજીનામું આપ્યા બાદ સરકાર સામે બે નવા ડેપ્યુટી ગવર્નર નિમણૂક કરવાની જવાબદારી હતી.

આપને જણાવી દઈએ કે રિઝર્વ બેંકમાં ચાર ડેપ્યુટી ગવર્નર હોય છે. સરકાર તેમની નિયુક્તિ ગવર્નરની સલાહને પ્રાથમિકતા આપીને કરે છે. પરંપરા છે કે ચાર ડેપ્યુટી ગવર્નરમાંથી બે કેન્દ્રીય બેંકના જ અધિકારી હોય છે. એક ડેપ્યુટી ગવર્નર કમર્શિયલ બેંકિંગ ક્ષેત્રથી હોય છે.

જ્યારે ચોથો ડેપ્યુટી ગવર્નર કોઈ જાણીતા અર્થશાસ્ત્રી હોય છે. ઉલ્લેખનીય છે કે ચોથા ડેપ્યુટી ગવર્નર તરીકે વિરલ આચાર્યને ૨૦ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ નિમણૂક કરવામાં આવ્યા હતા. પરંતુ તેમને તાજેતરમાં પદથી રાજીનામું આપ્યું છે.

Previous articleOBC જાતિ સાથે સપા સરકારની જેમ યોગી સરકાર પણ દગો કરી રહી છે : માયાવતી
Next articleજમ્મુ કાશ્મીર : માર્ગ દુર્ઘટનામાં ૩૫ના મોત, અનેક ઘાયલ થયા