રાજુલામાં વીજકંપનીને બદનામ કરતા લોકો સામે કાર્યવાહી કરવા કર્મચારીઓની માંગ

517

રાજુલા ખાતે આજરોજ પીજીવીસીએલના ઇજનેર સોલંકી તેમજ રામ બ્લાઇના અધ્યક્ષસ્થાને મામલતદાર તેમજ પોલીસતંત્રને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી સોશ્યલ મીડીયામાં તેમજ જાહેરમાં પોષ્ટકાર્ડ ઝુંબેશ ચાલી રહી છે. અને પીજીવીસીએલને બદનામ કરી રહ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે પીજીવીસીએલ કંપની ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારનાં તમામ ભાગમાં સાતત્યપૂર્ણ, સલામત રીતે અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠાનું વિતરણ કરવાની કામગીરી કરે છે. ગુજરાત રાજ્યની મોટામાં મોટી વીજ વિતરણ કંપની તરીકે કામગીરી કરે છે. અમો દ્વારા વાવાઝોડા અને કોઇપણ આકસ્મિક પરિસ્થિતિમાં ૨૪ કલાક લોકોને વીજપૂરવઠો મળી રહે તે હેતુથી દરેક અધિકારી તથા કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવે છે. વાયુ વાવાઝોડા દરમ્યાન પણ અત્રેનો સ્ટાફ રાઉન્ડ ક્લોક એલર્ટ રહીને શહેરી વિસ્તાર અને ગ્રામ્ય્‌ વિસ્તારમાં વિજપૂરવઠો જાળવેલ હતો.

છેલ્લા બે ત્રણ દિવસથી રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારનાં લોકો દ્વારા પીજીવીસીએલ કંપનીનાં અધિકારીઓ અને કર્મચારીઓને બદનામ કરવાના ઇરાદે વીજફોલ્ટ અંગેની કોઇપણ સત્ય હકિકત જાણ્યા વગર ફેસબુક, ટ્‌વીટર, વ્હોટએપ જેવા માધ્યમ તેમજ નામ વગરના પોષ્ટકાર્ડ દ્વારા વિજ પૂરવઠો બરાબર મળતો નથી. તેવી ખોટી હકીકત ઉભી કરીને પ્રજાને પીજીવીસીએલ કંપની તેમજ સરકારની વિરૂદ્ધ ઉશ્કેરવાની કામગીરી અજાણ્યા લોકો દ્વારા કરવામાં આવી રહેલ છે. અમો દ્વારા વીજ ફોલ્ટ થાય ત્યારે જ ફોલ્ટની કામગીરી કરવા મોટ વીજલાઇન બંધ કરવામાં આવે છે. અને ફોલ્ટ દૂર થયા બાદ તુરંત જ વીજલાઇનનોે પૂરવઠો ચાલુ કરી દેવામાં આવે છે. આમ ખોટી રીતે અમારી કંપનીને બદનામ કરવાના ઇરાદાથી અજાણ્યા ઇસમો દ્વારા આવું ઘોર કૃત્ય કરીને અમારી કંપનીની પ્રતિષ્ઠાને નુકશાન થાય એવું કાર્ય થતું હોવાથી પીજીવીસીએલનો તમામ સ્ટાફ ભય તેમજ તણાવભર્યા માહોલમાં કામગીરી કરે છે. આવા તણાવભર્યા માહોલ અને ઉતાવળના કારણે ફોલ્ટની કામગીરી દરમ્યાનિ ઉતાવળમાં અકસ્માત થવાની સંભાવનાઓ ખુબ જ વધી જાય છે. રાજુલા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં આવા ખોટી અફવાઓ ફેલાવનારાના કારણે લોકોમાં પીજીવીસીએલ કંપની પ્રત્યે ખુબ જ રોષ ઉત્પન્ન થયેલ છે. આવા ખોટા ઇસમો સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવા ઘટતું કરશો. તેથી કરીને ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય અને પીજીવીસીએલ કંપનીનો તમામ સ્ટાફ સારી રીતે કામગીરી કરી શકે તેવી વીજકંપનીના કર્મચારીઓ દ્વારા મામલતદાર ચૌહાણને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

Previous articleગારીયાધાર મામલતદાર કચેરીમાં વિજપ્રવાહ ખોરંભાતા વ્યાકુળ
Next articleવૃક્ષ રાષ્ટ્રીય કામગીરી જ નહિં પરંતુ વ્યક્તિગત ફરજ : નાનુભાઇ વાઘાણી