ફોન ટચથી  ફેમિલી ટચ સુધી

571

સમય સાથે પરિવર્તન તે સંસારનો નિયમ છે તે પછી કોઈ પણ વ્યક્તિ હોય કે કંપની જો તે પોતાનામાં બદલાવ લાવે નહિ તો તે સ્પર્ધાની હોળમાં રહેશે તો ખરી પરંતુ લાંબા સમય સુધી પોતાનું અડગ સ્થાન યથાવત રાખી શકશે નહિ. આજે  હું ભાવિક જાટકીયા સુરતથી આપની સમક્ષ આપણી માતૃભાષા ગુજરાતીમાં વાત કરીશ કે મોર્ડન ગેજેટસ જેવા કે મોબાઈલ, આઈફોન અને આઇપેડ આવ્યા પછી માણસના કામ સરળ થઇ ગયા તો સામે સંબંધી ઘટી ગયા, આંખના પલકારા થમી ગયાને ચશ્માંના નંબર વધી ગયા,  પેનને પેન્સિલ તો થઇ ગયા લુપ્ત તો કીબોર્ડને ટચસ્ક્રીન બની છે સ્મૂથ. વર્તમાન સમયનો દરેક માં-બાપ અને કુટુંબના મોભીને સતાવતો સૌથી મોટો, ગંભીર અને વિચારવા લાયલક વિષય સાથે આજનો મુદ્દો  આપની સામે પ્રસ્તુત કરું છું જે છે ”  ” ફોન ટચથી  ફેમિલી ટચ સુધી “, કહેવાય છે કે તમારા લેખ અને વાતોનો મુદ્દો એટલે કે શરુવાતની પ્રસ્તાવના એવી હોવી જોઈએ કે જેથી કરીને સાંભળનાર કે વાંચનાર વ્યક્તિને ટોપિક પરથીજ વવતનો અંદાજો આવી જાય તો હું પણ મારી કાલી ઘેલી ભાષા સાથે મારા મુદ્દા તરફ વાત વધારતા કહીશ કે ૨૧ મી સાડી એટલે કે ટેક્નોલોજીની સદી, સમય સાથે પરિવર્તન અને પુષ્કળ પરિશ્રમ બાદ પણ જીતેલી બાજીને હરાવી નાખનારી સદી કેમ કે આજે જેને જોવો તેને દરેક માણસને આગળ વધવું છે અને દરેકને પ્રથમ આવું છે પરંતુ દરેક પ્રથમ આવે તે તો શક્ય નથી તે આપણે સહુ કોઈ જાણીએજ છે માટે આજ કાલ લોકો એક બીજાને મારવા ઉપડ્યા છે જો આને ટૂંકમાં સમજ્યે તો લોકો એક બીજાના ટાંટિયા ખેંચી રહ્યા છે મતલબ કે બીજાને પાડીને પોતે આગળ આવા માટે ગડમથલ કરી રહ્યા છે. હાલનો સમય એટલે ડગલેને પગલે ટેકનોજીની હરોળમાં ચાલવાનો સમય રોજ રોજ નવા નવા આવિષ્કારો સાથે વિશ્વભરના વૈજ્ઞાનિકો એક નવી ક્રાંતિની શોધ ખોળમાં જુમી રહ્યા છે એવામાં આવના સમયમાં નાનામાં નાનું કામ પણ મશીન જ કરશે તે વાતમાં શંકાને સ્થાન નથી તે પછી રસોઈ હોય કે કપડાં દરેક કામ માણસની જગ્યાએ મશીન કરશે જોવા જઈએ તો આપણે મશીનને ગુલામ રૂપે રાખીશું પરંતુ મશીનને ગુલામ બનાવની સાથે આપણે મશીનના ગુલામ બની જઈશું કેમ કે ઘર કામ અને રસોઈ કામની ચિંતા મશીન કરશે પણ તે મશીન બગડે નહિ માટે તેને સાચવા માટેની ચિંતા આપડે કરીશું એટલેજ કદાચ આવનારા સમયમાં માણસ મશીનનો ગુલામ બને તો તેમાં કોઈ નવાઈ નહિ. અમુક સંશોધનો તો એવા થઇ રહ્યા છે કે આવનારા સમયમાં સ્ત્રી કે પુરુષને શરીર સુખની ઈચ્છા હોય તો તેના માટે પણ મશીન ગમે ત્યારે અને ગમે ત્યાં ઉપલબ્ધ રહેશે. ટેક્નોલોજીની મારફતે આપણે દુનિયાને તો આપણી મુઠ્ઠીમાં કરી લીધી એટલે કે દુનિયાના જે ખૂણાની આપણે ટચ નથી કરી સકતા તે જગ્યાને આપણી આંખો ક્ષણ વારમાં ગમે ત્યારે અને ગમે ત્યાં ઈન્ટરનેટ અને ટેક્નોલોજી મારફતે ટચ કરી શકીશું. આજનું યુથ જનરેશન જયારે સમય સાથે કદમ મિલાવીને પોતે સમય સાથે બદલાય રહ્યો છીએ માનવીનો બદલાવ એટલો બદલાય ગયો છે કે જેમ જેમ તે ટેક્નોલોજીની નજીક વધી રહ્યો છે તેમ તેમ પોતાના પરિવારથી દૂર થઇ રહ્યો છે. પેહલા લોકો ઘરે  આવતા તો ઘરના સાંભયોની સાર સંભાળ પૂછતાં ઘરના વડીલની સેવા કરતા અને તેમના સાથે સમય વિતાવતા પરંતુ આજકાલ લોકો એક બીજાના ઘરે જાય છે તો પેહલો પ્રશ્ન હશે કે જીની પિનનું ચાર્જર છે અથવા તો વાયફાયનો પાસ્વર્ડ આપજોને, મતલબ કે તમે ઘરની બહાર નીકળ્યા છો શરીરથી પરંતુ મગજથી તો તમે ટેક્નોલોજી સાથેજ જોડાયેલા છો એક પ્રકારનું વ્યસન આપણા રોમે રોમમાં ફેલાય ગયું છે કે જેના માંથી બહાર આવું આપણા માટે અશક્ય બની ગયું છે પરંતુ જે સુખ શાંતિ અને સમાધિ કોઈ વ્યક્તિને પોતાના પરિવાર પાસેથી મળે છે તેવો ઉપાય અને ઉપલબ્ધી ગૂગલ પણ નહિ આપી શકે.  ટૂંક અને ટચમાં વાત કરીએ તો ટેક્નોલોજીના ટચ એટલે કે જેમ જેમ આપણે ટેક્નોલોજી પાસે જઈ રહ્યા છે તેમ તેમ આપણે આપણા પોતાના પરિવાર સાથે દૂર થઇ રહ્યા છે. આજના અને આવનારા દરેક યુવાનો માટે હજી પણ સમય એટલો નથી વીતી ગયો કે આપણે પાછા ન ફરી શકીએ જેમ જાગો ત્યારથી સવાર હોય છે એમજ જ્યારથી સમજણ ત્યારથી આપણે નવી શરૂવાત કરી શકીએ છીએ તો આવો આપણે પણ આપણા પરિવાર સાથે આખો દિવસ તો ન આપી શકીએ પરંતુ દિવસની અમુક ક્ષણોનું સિંચન આપણા પરિવાર સાથે વિતાવીને આપણા મનની મીઠાસ અને હૃદયની હળવાશ અનુભવી શકીએ. કહેવાય છે કે હૃદયના સંબંધ કોઈ વાત કીધા વગર જ સમજી શકાય છે આને આ હૃદયના સંભંધ આપણા પરિવાર, કોઈ પ્રિય વ્યક્તિ કેમ એકદમ નિકટ મિત્ર સાથેજ બંધાય શકે છો તો આવો ચોમાસાની આ ઋતુમાં આ વર્ષે આપણે પરિવારના પ્રેમ અને લાગણીમાં છબછબીયા કરીને આપણા મનને હળવું કરીએ અને આપણા પરિવાર અને દોસ્તારો સાથેના સંબંધોમાં લાગણી અને પ્રેમનું વાવેતર કરીને વિશ્વાસ અને સત્યતાનો તડકો આપીને આપણા જીવનની ગુમાવેલી અમૂલ્ય ક્ષણોને મળવાનો પ્રયાસ કરીએ જેથી કરીને અમુક પ્રશ્નો અને મુસીબતો માટે જયારે ટેક્નોલોજી પણ ના પાડી દે ત્યારે લાગણી અને મૈત્રનો સંબંધ આડો આવીને ઉભો રહે અને આપણે સાચો માર્ગ બતાવ માટે મદદદરૂપ બને તો આવો કરીએ એક પહેલ મુકો ગામિની ચિંતાને મુકો કચ-કચ ટચ વળી સ્ક્રીન હોય કે ટચ વાળો ફોન પરિવાર કે સાચો સાથે નહિ પૂછે ક્યારેય કે તમે છો કોણ?

Previous articleભુરખીયા પ્રા.શાળામાં શૈક્ષણિક કિટ વિતરણ
Next articleસવળી સમજણ