ગાંજાના જથ્થા સાથે ઇસમને પાલીતાણાથી ઝડપી લેતી એસઓજી

1030

જે અનુસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરે ભાવનગર એસ.ઓ.જી. શાખાને જીલ્લામાં થતા નાર્કેટીક્સ હેરા ફેરી-વેચાણ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટની રાહબરી નીચે પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એસ.ત્રિવેદીને મળેલ બાતમી હકિકત આધારે એસ.ઓ.જી.ના સ્ટાફે પાલીતાણા બહારપરા વિસ્તારમાં હરકિશન ઉર્ફે ટીણીયો હરનારાયણભાઇ સોમપુરા/ આચાર્ય ઉ.વ.૪૫ રહેવાસી પાલીતાણા, બહારપરા, ભટ્ટ શેરી ભાટીયા પ્લોટવાળાના રહેણાંકી મકાને નાર્કોટીક્સ અંગે રેઇડ કરતા મજકુરના રહેણાંકી મકાનેથી સુકો ગાંજો વજન ૯૦૫ ગ્રામ કિ.રૂ઼. ૫૪૩૦/-  નો કબ્જે કરવામાં આવેલ છે. મજકુર આરોપી સામે એન.ડી.પી.એસ. એક્ટ તળે કાયદેસર કાર્યવાહી આરોપી સામે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદીએ ફરિયાદ આપી પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

Previous articleભાવનગર ડિવીઝનનાં રેલ કર્મચારીઓનું સન્માન કરાયું
Next articleકોટડા મેથળા વચ્ચે દરીયા કિનારે અજાણ્યા યુવાનની લાશ મળી