હરીદર્શન એક્સપોર્ટ ખાતે બ્લડ ડોનેશનમાં 1 હજાર થી વધુ બોટલ રક્તદાન એકત્રિત કરી પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરાઈ

492

ભાવનગર હરીદર્શન ડાયમંડ એક્સપર્ટ દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તેમજ ભાવનગર સર.ટી હોસ્પિટલમાં દર્દીઓ માટે રક્તની અછતને ધ્યાનમાં રાખી દર વર્ષની માફક આ વર્ષે પણ મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં કંપનીનો સ્ટાફ તેમજ અન્ય રત્ન કલાકારો,હીરા બજારના આગેવાનો સહિતના જોડાયા હતા. અને ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ મહારક્તદાન શિબિરમાં અંદાજે ૧૦૦૦ થી વધું યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ મહા કેમ્પમાં ભાવનગર ડી.વાય.એસ.પી મનીષ ઠાકર તેમજ પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો અને આ કેમ્પને સફળ બનાવ્યો હતો

Previous articleપ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ભાજપા યુવા મોરચા દ્વારા ત્રિરંગા યાત્રા યોજાઈ
Next articleપ્રજાસત્તાક પર્વ નિમિત્તે સરભાવસિંહજી પોલીટેક્નિક ઇન્સ્ટિટ્યૂટ ના nss વિભાગ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો