ગાર્ડ ઓફ ઓનર સાથે બુધેલ ગામના આર્મી જવાનની અંતિમ યાત્રા નિકળી

885

ભાવનગર નજીકના બુધેલ ગામના સેનાનાજવાન દિલીપસિંહ બી. ગોહિલ છેલ્લા ૧૪ વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતા બે વર્ષ અગાઉ તેમને પગની ઈજા થઈ હતી. મહારાષ્ટ્રના પુર્ણ સ્થિત ઈન્ડિયન આર્મીની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા ત્યારે મંગળવારે વીરગતી પામ્યા હતાં. તેમની અણધારી વિદાયથી બુધેલ ગામ અને જીલ્લામાં શોક છવાયો હતો. આજે સવારે તેમના પાર્થિત દેહને ગામમાં લવાયો હતો. અધિકારીઓ, કર્મચારીઓ, આગેવાનો અને સેનાના અ)ર્મીના અધિકારીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપી હતી. ગામ અને પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. વાતાવરણ શોકમય બની ગયું હતું.

Previous articleશિયાળુ રમતોત્સવનું આયોજન
Next articleઘોઘારોડ પરથી દબાણો હટાવાયા