એસ્ટર ડીએમ હેલ્થકેર લી.નો ઈશ્યુ ખુલ્યો

827
guj1422018-5.jpg

ફ્રોસ્ટ એન્ડ સુલિવન રિપોર્ટ મુજબ, હોસ્પિટલ અને ક્લિનિકની સંખ્યાની દ્રષ્ટિએ વિવિધ જીસીસી દેશોમાં કાર્યરત સૌથી મોટી ખાનગી હેલ્થકેર સર્વિસ પ્રોવાઇડર્સમાંની એક અને ભારતમાં વિકસતી હેલ્થકેર કંપની એસ્ટર ડીએમ હેલ્થકે લિમિટેડ તેની ઇનિશિયલ પબ્લિક ઓફ ૧૨ ફેબ્રુઆરી, ૨૦૧૮નાં રોજ ખુલ્યો. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૧૮નાં રોજ બંધ થશે. તેની પ્રાઇઝ બેન્ડ કંપનીનાં રૂ. ૧૦ની ફેસ વેલ્યુ ધાવતાં ઇક્વિટી શેરદીઠ રૂ. ૧૮૦થી રૂ. ૧૯૦ છે. 
આઇપીઓ રૂ. ૭,૨૫૦ મિલિયનનાં કુલ (૦) નવા ઇક્વિટી શેર અને કંપનીનાં પ્રમોટર, યુનિયન ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (“યુઆઇપીએલ” અથવા “વિક્રેતા શેરધારક”)નાં ૧૩,૪૨૮,૨૫૧ ઇક્વિટી શેરનાં વેચાણની ઓફર (ઓએફએસ) સામેલ છે.   કંપની ઇશ્યૂમાંથી થનારી ચોખ્ખી આવકનો ઉપયોગ (આઈ) ઋણની પુનઃચુકવણી અને/અથવા પૂર્વચુકવણી કરવા; (આઈઆઈ) મેડિકલ ઉપકરણની ખરીદી કરવા; અને (આઈઆઈઆઈ) સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો માટે કરશે. સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્‌સ (નિયમનો) નિયમો, ૧૯૫૭નાં નિયમ ૧૯(૨)(બી) (આઈઆઈઆઈ), જેમાં સુધારા મુજબ (“એસસી આરઆર”),  કંપનીની પોસ્ટ-ઓફર પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડીનો ઓછામાં ઓછા ૧૦ ટકા હિસ્સાની ઓફર કરવામાં આવી છે.  ઇશ્યૂનાં ગ્લોબલ બુક રનિંગ લીડ મેનેજર્સ કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ અને ગોલ્ડમેન સાક્સ (ઇન્ડિયા) સીક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ છે, તો બુક રનિંગ લીડ મેનેજર્સ આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ, જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને યસ સીક્યોરિટીઝ (ઇન્ડિયા) લિમિટેડ છે. ઇશ્યૂનાં રજિસ્ટ્રાર લિન્ક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે. 
સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા રેગ્યુલેશન્સ, ૨૦૦૯ નિયમ ૨૬(૧) મુજબ, ઓફરનો મહત્તમ ૫૦ ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સને ઓફર કરવામાં આવશે. કંપની વિક્રેતા શેરધારકો અને મેનેજર્સ સાથે ચર્ચાવિચારણા કરીને ફાળવણીની કિંમત પર વિવેકાધિન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સને ક્યુઆઇબી પોર્શનનો મહત્તમ ૬૦ ટકા હિસ્સો ફાળવી શકે છે.  તેમાંથી એક-તૃતિયાંશ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્‌સ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્‌સ પાસેથી પ્રાપ્ત માન્ય બિડ્‌સ એન્કર ઇન્વેસ્ટર એલોકેશન પ્રાઇઝ પર કે તેનાથી વધારે પ્રાઇઝ પર મળવાને આધિન છે. ઉપરાંત ક્યુઆઇબી પોર્શનનો ૫ ટકા હિસ્સો (એન્કર રોકાણકારના હિસ્સાને બાદ કરતાં) મ્યુચ્યુઅલ ફંડ્‌સને જ સપ્રમાણ આધારે ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ક્યુઆઇબી કેટેગરીનો બાકીનો હિસ્સો સમપ્રમાણ આધારે તમામ ક્યુઆઇબી બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય)ને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં મ્યુચ્યુઅલ ફંડ સામેલ છે, જે ઓફર પ્રાઇસ પર કે તેનાથી વધારે કિંમત પર બિડ મળવાને આધિન છે. હ્વ સેબી આઇસીડીઆર રેગ્યુલેશનનાં નિયમો મુજબ, ઓફરનો લઘુતમ ૧૫ ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિન-સંસ્થાકીય રોકાણકારોને ફાળવવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે અને ઓફરનો લઘુતમ ૩૫ ટકા હિસ્સો સપ્રમાણ આધારે રિટેલ વ્યક્તિગત રોકાણકારોને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે તેનાથી વધારે કિંમત પર બિડ મળવાને આધિન છે. એન્કર રોકાણકારો સિવાય તમામ સંભવિત રોકાણકારોને આ ઓફરમાં સહભાગી થવા ફરજિયાત એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટ (“એએસબીએ”)નો ઉપયોગ કરીને તેમના સંબંધિત બેંક ખાતાઓની વિગત આપવી પડશે. 

Previous articleશિવરાત્રીની ભવ્ય ઉજવણીમાં ગાંધીનગર શિવમય બન્યુ
Next articleઅદાણી વિલ્મર ફોર્ચ્યુન ખાદ્યતેલનું રીસાયકલ પેકેજીંગ તૈયાર કરશે