ટોચની ૧૦ કંપની પૈકીની ૯ કંપનીની મૂડીમાં ઘટાડો થયો

614

શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની નવ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. નવ કંપનીઓની માર્કેટ મૂડી સંયુક્તરીતે ૮૮૬૦૯ કરોડ રૂપિયા ઘટી ગઈ છે. એચડીએફસી બેંક અને ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો થયો છે. એકમાત્ર આરઆઈએલની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. શુક્રવારના દિવસે પૂર્ણ થયેલા સપ્તાહ દરમિયાન તેની માર્કેટ મૂડી ૧૧૪૧૫.૨૧ કરોડ રૂપિયા વધીને ૮૧૧૭૮૨.૨૦ કરોડ સુધી પહોંચી ગઈ છે. આની સાથે જ માર્કેટ મૂડીના મામલામાં આરઆઈએલ ફરી એકવાર પ્રથમ ક્રમાંકે પહોંચી છે. બીજી બાજુ એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૨૨૩૯૫.૪ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે જેથી તેની માર્કેટ મૂડી ૬૫૪૦૮૪.૯૫ કરોડ થઇ ગઇ છે. ટીસીએસની માર્કેટ મૂડી ઘટીને ૭૯૦૯૮૩.૯૩ કરોડ થઇ ગઇ છે. એચયુએલ અને કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૧૬૯૦૭.૧ કરોડ અને ૬૩૬૭.૬૪ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. એસબીઆઈની માર્કેટ મૂડી અને આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. એસબીઆઈની માર્કેટ મૂડી આ ગાળામાં ૬૨૯૧.૮૫ કરોડ ઘટી ગઈ છે. ભારે અફડાતફડીના માહોલમાં માર્કેટ મૂડીમાં ઘટાડો થયો હતો. શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિાયન જુદા જુદા પરિબળોની અસર હેઠળ હેડલાઈન ઇન્ડેક્સ સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં ૨-૨ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. બીજી બાજુ ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં પણ ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન સેંસેક્સમાં ૭૭૭ પોઇન્ટનો ઘટાડો નોંધાઈ ગયો છે જેથી તેની સપાટી શુક્રવારના દિવસે ૩૮૭૩૬ કરોડથી વધારે રહી હતી. શેરબજારમાં હાલ પ્રવાહી સ્થિતિ માટે વૈશ્વિક પરિબળોને પણ જવાબદાર ગણવામાં આવે છે. આરઆઈએલની માર્કેટ મૂડીમાં વધારો થયા બાદ તેની માર્કેટ મૂડી ફરી એકવાર પ્રથમ ક્રમાંકે પહોંચી ગઈ છે. આરઆઈએલ બાદ ટીસીએસ બીજા ક્રમાંકે છે. આગામી સપ્તાહમાં પણ આરઆઈએલ જો કોઇ મોટો ઘટાડો નહીં થાય તો માર્કેટ મૂડીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમાંક ઉપર રહેશે. આ બે કંપનીઓ વચ્ચે માર્કેટ મૂડીને લઇને છેલ્લા કેટલાક વર્ષોમાં જોરદાર સ્પર્ધા જોવા મળી છે. ટીસીએસની માર્કેટ મૂડી ઘટવા માટે વૈશ્વિક કારણોને જવાબદાર ગણવામાં આવે છે. સ્થાનિક પરિબળો મજબૂત રહેતા આરઆઈએલ મૂડી વધી છે.

Previous articleનેત્રહિનને મોટી રાહત : નોટને ઓળખી કાઢવા માટે એપ હશે
Next articleFPI દ્વારા જુલાઈ માસમાં ૩,૫૫૧ કરોડ ઠલવાયા છે