શેરબજારમાં હાલ જોરદાર પ્રવાહી સ્થિતિ રહેવાના સ્પષ્ટ સંકેત મળ્યા

388

શેરબજારમાં સતત બીજા સપ્તાહમાં મંદી રહ્યા બાદ આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં જુદા જુદા પરિબળોની અસર રહેશે. મોનસુન, ક્રૂડ ઓઇલની કિંમતો, કમાણીના આંકડા, ડોલર સામે રૂપિયાની ચાલ અને વૈશ્વિક પરિબળોની સીધી અસર જોવા મળશે. સતત બીજા સપ્તાહમાં ઘટાડો રહ્યા બાદ સેંસેક્સ અને નિફ્ટી સપ્તાહ માટે બે-બે ટકા માટે ઘટી ગયા છે. શેરબજારમાં ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા પણ અસર કરશે. જૂન ત્રિમાસિક ગાળાના આંકડા જારી કરવામાં આવનાર છે. એસીસી, વિપ્રો, યશ બેંક, એચડીએફસી બેંક, એએમસી, ફેડરલ બેંક, બંધન બેંકના આંકડા જારી કરવામાં આવનાર છે. જો આંકડા સારા રહેશે તો મૂડીરોકાણકારોનો આત્મવિશ્વાસ વધશે. જૂન મહિના માટેના હોલસેલ પ્રાઇઝ ઉપર આધારિત ફુગાવાના આંકડા પણ આવતીકાલે જારી કરવામાં આવનાર છે. જૂન મહિના માટેના વેપારના આંકડા જારી કરવામાં આવનાર છે. મે મહિના માટે ઇન્ડસ્ટ્રીય પ્રોડક્શનના ડેટા પણ જારી કરવામાં આવી ચુક્યા છે. જુન મહિના માટેના રિટેલ ફુગાવાના આંકડા શુક્રવારના દિવસે જારી કરાયા હતા. સતત છઠ્ઠા મહિનામાં તેજીના વલણ સાથે જૂન મહિનામાં રિટેલ ફુગાવાનો આંકડો વધીને ૩.૧૮ ટકા થઇ ગયો છે. ખાદ્યાન્ન ચીજવસ્તુઓ, દાળ, માંસ અને ફિશ જેવી પ્રોટીનથી સમૃદ્ધ ચીજવસ્તુઓની કિંમતમાં વધારો થયો છે. કન્ઝ્‌યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત રિટેલ ફુગાવો જૂન ૨૦૧૮માં ૪.૯૨ ટકા હતા જ્યારે ગયા મહિનામાં ફુગાવો ૩.૦૫ ટકા હતો. રિટેલ ફુગાવો આ વર્ષે જાન્યુઆરીથી સતત વધી રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં ફુગાવો ૧.૯૭ ટકા હતો. કન્ઝ્‌યુમર ફુગાવો ખાદ્યાન્ન ફુગાવાની વાત કરવામાં આવે તો જૂનમાં ૨.૧૭ ટકા રહ્યો છે. ખાદ્યાન્ન ફુગાવો મે મહિનામાં ૧.૮૩ ટકા રહ્યો હતો. ઇંડા, માંસ, અને ફિશ જેવા પ્રોટીન ખાદ્ય ચીજવસ્તુઓમાં મોંઘવારીનો દર જૂનમાં ૯.૦૧ ટકા રહ્યો છે જે મેમાં ૮.૧૨ ટકા હતો. આ ઉપરાંત મોનસુનની પ્રગતિની અસર પણ જોવા મળનાર છે. જુલાઈ મહિનામાં મોનસુનની પ્રગતિ ઘટી ગઈ છે. દેશમાં ઓછો વરસાદનો આંકડો રહ્યો છે જેથી ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. જૂન મહિનામાં ૩૩ ટકા ઘટ રહ્યા બાદ જુલાઈ મહિનામાં ૧૨ ટકાની ઘટ રહી છે. આગામી સપ્તાહમાં ચીનના બીજા ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. જી-૭ની બેઠક પણ હવે શરૂ થઇ રહી છે. ફ્રાંસમાં ૧૭મી જુલાઈથી આ બેઠક શરૂ થશે જેમાં યુરોપિયન કારોબારની ચર્ચા પણ થશે. જુલાઈ મહિનામાં હજુ સુધી વિદેશી મૂડીરોકાણકારો દ્વારા વેચવાલીનું વલણ અપનાવ્યું છે. એફપીઆઈ દ્વારા ૪૯૫૪ કરોડ રૂપિયાની કિંમતના ઇક્વિટીનું વેચાણ કર્યું છે. જુલાઈ મહિનામાં હજુ સુધી અફડાતફડી જારી રહી છે. શુક્રવારના દિવસે ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમત વચ્ચે અમેરિકી ડોલર સામે રૂપિયો ૨૫ પૈસા ઘટીને ૬૮.૬૯ની સપાટીએ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય એનર્જી સંસ્થાનું કહેવું છે કે, અમેરિકી તેલ ઉત્પાદનનો મુદ્દો પણ ચર્ચામાં રહેનાર છે. ટેકનિકલ આઉટલુકની સ્થિતિ નબળી દેખાઈ રહી છે. છેલ્લા સપ્તાહમાં હેડલાઈન ઇન્ડેક્સ સેંસેક્સ અને નિફ્ટી બંને બે-બે ટકાના ઘટાડા સાથે રહ્યા હતા.

Previous articleનલ સે જલ પ્લાન દ્વારા ૬.૩ લાખ કરોડનું રોકાણ આવશે
Next articleહાર્દિક પટેલ જન્મદિને ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન કરશે,  જનચેતના સંમેલનનું આયોજન