દેવવ્રત ગુજરાત અને મિશ્રા હિમાચલના રાજ્યપાલ બન્યા

442

ભાજપના વરિષ્ઠ નેતા કાલરાજ મિશ્રાને હિમાચલ પ્રદેશના નવા રાજ્યપાલ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદીની પ્રથમ અવધિની સરકારમાં મંત્રી રહી ચુકેલા કાલરાજ મિશ્રાને મોટી જવાબદારી સોંપવામાં આવતા રાજકીય વતુળોમાં ચર્ચા જોવા મળી રહી છે. કાલરાજ મિશ્રાને આચાર્ય દેવવ્રતની જગ્યાએ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના દિગ્ગજ નેતા કાલરાજને રાજ્યપાલ બનાવવાને લઈને ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. બીજી બાજુ દેવવ્રત ગુજરાતના રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીની જગ્યાએ જવાબદારી લેશે. કોહલીની અવધિ પૂર્ણ થઈ ચુકી છે. કોહલીને ૧૬મી જુલાઈ ૨૦૧૪ના દિવસે ગુજરાતના રાજ્યપાલ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે દેવવ્રતને ૧૨મી ઓગસ્ટ ૨૦૧૫ના દિવસે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. લોકસભા ચૂંટણી દરમિયાન કલરાજ મિશ્રએ કહ્યું હતું કે, તેઓ આ વખતે લોકસભા ચૂંટણી નહીં લડે.કાલરાજ મિશ્રા ૧૯૭૮, ૨૦૦૧ અને ૨૦૦૬માં રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. ૨૦૧૨માં તેઓ લખનઉ વિધાનસભા સીટથી પણ ધારાસભ્ય ચૂંટાયા હતા. ૨૦૧૪માં તેઓ દેવરિયાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. આગામી ત્રણ મહિનામાં ૧૦ રાજ્યોના રાજ્યપાલનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. જેમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રામનાઇક પણ સામેલ છે. રામનાઇકનો કાર્યકાળ ૨૨ જુલાઈએ પૂર્ણ થઈ રહ્યો છે. આ સમયે જ સરકારને રાજ્યપાલની નિમણૂક કરવાની છે જેની શરૂઆત સોમવારે હિમાચલ પ્રદેશ અને ગુજરાતના નવા રાજ્યપાલની નિમણૂકના આદેશ જાહેર કર્યા છે.

કાલરાજ મિશ્રા મોદી સરકારને ૨૦૧૪થી ૨૦૧૯ના ગાળામાં જુદી જુદી જવાબદારી સંભાળી ચુક્યા છે. ૭૫ વર્ષની વયને પાર કર્યા બાદ ૨૦૧૭માં મિશ્રાએ મંત્રી પદ છોડવાની જાહેરાત કરી હતી. ભારતના બંધારણીય માળખામાં રાજ્યપાલના હોદ્દાને બંધારણીય ગણવામાં આવે છે. બંધારણના ભાગ છમાં રાજ્યની શાસન વ્યવસ્થાની જવાબદારી રહેલી છે. કેન્દ્ર સરકારની સલાહ પર રાષ્ટ્રપતિ રાજ્યોમાં રાજ્યપાલ તરીકેની અને કેન્દ્ર શાસિત રાજ્યોમાં નાયબ રાજ્યપાલની નિમણૂક કરે છે. રાજ્યપાલ મંત્રીપરિષદની સલાહ પર કામ કરે છે. આગામી ત્રણ મહિનાના ગાળામાં દસ રાજ્યોના રાજ્યપાલોની અવધિ પરિપૂર્ણ થઈ રહી છે. જેમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રામનાઈકનો સમાવેશ થાય છે. રામનાઈકની અવધિ ૨૨મી જુલાઈએ પૂર્ણ થશે.

Previous articleલોકસભામાં NIA સુધાર બિલ ૨૦૧૯ને અંતે લીલીઝંડી મળી
Next articleવિચારવાટિકા