આગામી પખવાડિયાના શુભ-શુભ તથા મધ્યમ દિવસોનું તથા ખેતીવાડી માટેના શુભ મુહુર્તોનું વિવરણ

503

વર્તમાન વિક્રમસંવત ર૦૭પ શાકે ૧૯૪૧ જૈન સંવત રપ૪પ ઋતુ વર્ષા દરમયાન આવતીલકાથી પ્રારંભ થતો આષાઢ માસનો કૃષણ પક્ષ તા. ૦૧ – ઓગષ્ટ-૧૯ના રોજ અમાવાસ્યાને દિવસે પુર્ણ થશે. જયારે ઉત્તરભારત – વ્રજભુમિ તેમજ રાજસ્થાનના પુર્ણિમાની શ્રાવણ માસના કૃષ્ણ પક્ષનો પ્રારંભ થશે.

દિન વિશેષતા જોતા આ પક્ષમાં તા. ૧૭ મોળાકાત વ્રતના પારણા (સૌરાષ્ટ્ર) તથા ગ્રહણ કરિદિન તા. ૧૮ દ્વિતીયા (બીજ) વૃધ્ધિતિથિ, હિંડોળા પ્રારંભ તથા (ગુજરાતમાં) મોળાકાત- જયાપાર્વતી વ્રતનું જાગરત તા. ૧૧ (ગુજરાતમાં) મોળાકાત-જયાપાર્વતી વ્રતના પારણાં તા. ર૦ સંકષ્ટ ચતુર્થી (ચન્દ્રોદયનો સમય રાત્રિના ક. ર૧ મિ. પપ) તા. રર નાગપચંમી (બંગાળ), તા. ર૩ નિયત ભારતીય કેલેન્ડર મુજબ શ્રાવણ માસ – પ્રારંભ તા. રપ કાલાષ્ટમી તા. ર૭ શનિ -રોહિણી અમૃત સિદ્ધિ યોગ તથા જૈન રોહિણી નક્ષત્ર ક. ૧૯-૩૦ સુધી તા. ર૮ કામિકા -એકાદશી (એકાદશી નિમિત્તે આજે ગાયના દુધના પ્રસાદનું વિશેષ મહત્વ) તા. ર૯ સોમ પ્રદોષ તા. ૩ઢ માસિક શિવરાત્રી તા. ૩૧ દર્શ – અમાવાસ્યા, હરિયાળી અમાવાસ્યા, દિવાસાનું રાત્રિ-જાગરણ તથા તા. ૦૧ ઓગષ્ટના રોજ લોકમાન્ય તિલક- પુણ્યતિથિ – ગુરૂ પુષ્પામૃત સિદ્ય્ધિ યોગ (દરેક કાર્ય્‌ માટે ઉત્તમ – શ્રેષ્ઠ મુહુર્ત (ક. ૧ર મિ. ૧ર સુધી) છે. આ પક્ષમાં પંચક તા. ૧૯ (ક. ૧૪ મિ. ૧૯) થી તા. ર૪ (ક. ૧પ -૪૩) સુધી રહેશે. વિંછુડો નથી તા. ૩૧ તિલક-સંવત્સરી જાહેર રાષ્ટ્રીય તહેવાર છે.

સામાન્ય દિન શુધ્ધિની દ્રષ્ટિએ જોતા આ પક્ષમાં પ્રયાણ, મુસાફરી, મહત્વની મિટીંગ, ખરીદી- વેચાણ- કોર્ટ કચેરી દસ્તાવેજી કે એવા અન્ય મહત્વના કાર્યો કે નિર્ણયો માટે તા. ૧૭- -૧૯- રર- ર૪- રપ- ર૮ તથા તા. ૦૧- શુભ- શ્રેષ્ઠ, તા. ર૧-ર૩- ર૯ મધ્યમ તથા તા. ૧૮-ર૦-ર૬- ર૭ – ૩૦- ૩૧ અશુભ ગણાય.

વર્ષાઋભુત પ્રમાણે તા.ર૦ જુલાઈથી તા. ર ઓગષ્ટ દરમ્યાન સુર્યનું વરસાદનું નક્ષત્ર પુષ્પ (વાહન ગધેડો- સ્ત્રી પુ.ચં.સુ.) છે. તે આ દિવસોમાં સારામાં સારો વરસાદની સંભાવના સુચવે છે.

આષાઢ શુદ ૧૧થી ચાતુર્માસનો પ્રારંભ થઈ ચુકયો હોવાથી હવે વિવાહ – લગ્ન – વાસ્તુપુજન – કળશ સ્થાપન કે ખાત માટે શુભ મુહુર્ત હવે નહીં આવે હવે આવતા વર્ષે તા. ર૦- નવેમ્બરથી લગ્નની સિઝન પુનઃ શરૂ થશે.

ગ્રામ્યજનો તથા ખેડુત મિત્રો માટે આ વિભાગમાં ખાસ દર પંદર દિવસે શુભ મુહુર્તો આપવામાં આવતા હોવાથી સારા પાક અને સારી ઉપજ માટે આ મુહુર્તોનો લાભ લેવા સુચન છે. આ પક્ષમાં હળ જોડવા માટે તા. ૧૭-ર૪ – ર૮- ર૯ શુભ છે. આ વર્તમાન દિવસોનું વારિયાળી – બાજરી – મકાઈ – ડાંગર – તલ- મગ – મઠ – ચોખા – અડદ – તુવેર – તેલિબીયાં – એરંડા તથા તમામ પ્રકારના શાકભાજીના વાવેતર માટે વિશેષ મહત્વ છે. તા. ૧૭ – ર૧ – રર – ર૪ – રપ- ર૮ – ર૯ વાવણી – રોપણી કે બીજ વાવવા માટે તા. ૧૭- ર૧ – રર – રપ કાપણી -લણણી તથા નિંદામણ માટે તા. ર૧-  રર માલ વેચવા માટે, તા. ર૪ – ર૮ થ્રેસર ઉપનેર દ્વારા ધાનય અને ભૂસો અલગ પાઠવા માટે તથા તા. ર૪ માલની ખરીદી માટે તેમજ ઘર – ખેતર ભુમિની લેવડ-દેવડ માટે શુભ-શ્રેષ્ઠ છે.

ગોચરના ગ્રહો જોતાં ચન્દ્ર આ દિવસો દરમિયાન મકરથી કર્ક રાશિ સુધીનું પોતાનું ભ્રમણ પુર્ણ કરશે. જયારે સુર્ય – મંગળ – બુધ કર્ક રાશિમાં, વક્રી ગુરૂ વૃશ્વિકરાશિમાં, શુક્ર મિથુન- કર્ક રાશિમાં તથા વક્રી શનિ ધન રાશિમાં ભ્રમણ કરશે.  મંગળ પોતાની નીચ રાશિમાં છે. જયારે ગુરૂની સ્થિતિ (અન્યોન્ય થકી) ઉચ્ચ છે.

આ દિવસોમાં જન્મતાર બાળક સારી પ્રતિભા ધરાવનાર, સમાજમાં ખુબ જ લોકપ્રિય, સારૂં વ્યક્તિવ્ય ધરાવનાર તથા માતાપિતા પ્રત્યે માન-સન્માન – આદર ધરાવનાર થાય.

આ દિવસોમાં વૈધૃશિષ્ટ – યોગ અશુભ હોવાથી આ દિવસોમાં જન્મતાર બાળકનું છાયાદાન કરીને ખાસ દોષનું નિવારણ કરવું. સંક્ષિપ્ત રાશિ (ભવિષ્ય જોઈએ તો વૃષભ – કર્ક – મકર – કન્યા વ્યક્તિઓને શારીરિક નાદુરસ્તી, અકસ્માત પડવું – વાગવું – નાણાકીય સમસ્યાઓ તથા વ્યર્થ વાદવિવાદની સંભાવના રહ્યા કરે. વૃશ્વિક મિથુન- તુલા- કુંભ વ્યક્તિઓને પ્રતિકુળતા તથા કસોટીજનક તબક્કો ગણાય (અગ્રતા – આધિ- વ્યાધિ-  ઉપાધિ અ અગત્યના કાર્યોમાં, વિક્ષેપો, કૌટુમ્બિક કલહ, માનહાનિ તથા સ્વજનો સાથે નાની મોટી બાબતોમાં વિવાદનો ડગલે ને પગલે સામનો કરવો પેડે. મની- મેષ – સિંહ તથા ધન જાતકો માટે શુભ શ્રેષ્ઠ હોઈને તેમને અગત્યના કાર્યોમાં સફળતા, આર્થિક લાભ, કૌટુંમ્બિક સહકાર – અનુકુળતા પ્રગતિ તથા સુખ- સંતોષ સુચવે છે. ઉન્નતિની નવી તકો સાંપડશે.

મુંઝવતી સમસ્યાઓના ઉપાય તથા ઉકેલ માટે વાચક ભાઈ-બહેનો મો.નં. ૯૮૯૮૪૦૯૭૧૧ કે ૯૪ર૮૩૯૬૩૩૬ ઉપર જરૂર સંપર્ક કરે.

Previous articleવિચારવાટિકા
Next articleદામનગરમાં ચર્ચા શિક્ષણની સેમિનારમાં વિદ્યાર્થીઓને સાચું માર્ગદર્શન અપાયું