તક્ષશિલા આર્કેડના આગમાં સળગી ગયેલા ડોમને તોડવાની કામગીરી શરૂ

491

સરથાણામાં સર્જાયેલા તક્ષશિલા અગ્નિકાંડમાં ૨૨ માસૂમોએ જીવ ગુમાવ્યો હતો. ચોથા માળે બનાવાયેલા ડોમમાં ચાલતા ક્લાસીસના માસૂમોએ જીવ ગુમાવ્યો હતો. ડોમ આગના કારણે સળગી ગયો હતો. તક્ષશિલા અગ્નિકાંડને ૧ મહિનો અને ૨૨ દિવસ બાદ પાલિકા દ્વારા ડોમ તોડવાની શરૂઆત કરવામાં આવી છે.

૨૪ મેના રોજ સરથાણા ખાતે આવેલા તક્ષશિલા આર્કેડમાં આગ ફાટી નીકળી હતી. જેમાં ચોથા માટે બનાવાયેલા ડોમમાં ચાલતા ક્લાસીસમાં માસૂમો ફસાઈ ગયા હતા. અને ૨૨ માસૂમોએ જીવ ગુમાવ્યો હતો. ૨૨ માસૂમોના મોતના પગલે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. અને હાલ પણ ન્યાયની લડત ચલાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પાલિકા અધિકાર, ફાયર અધિકારી, જીઈબીના અધિકારી, બિલ્ડર, ક્લાસીસ સંચાલક સહિત ૧૦ જેટલાની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન આજે પાલિકાના અધિકારીઓ પોલીસ કાફલા સાથે તક્ષશિલા આર્કેડ પહોંચ્યા હતા. અને ચોથા માળે સળગી ગયેલા ડોમને તોડી પાડવાની શરૂઆત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, તક્ષશિલા અગ્નિકાંડને એક મહિના બાદ ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો શરૂ કરવામાં આવી હતી.

Previous articleપગાર વધારવાની લાલચે સંચાલકે મહિલાને ચુંબનનો પ્રયાસ કરતા હાહાકાર
Next articleહૃદયરોગથી પીડિત નવજાત બાળકીને પોણા ત્રણ કલાકમાં ૧૦૮માં સિવિલ પહોંચાડી