પગાર વધારવાની લાલચે સંચાલકે મહિલાને ચુંબનનો પ્રયાસ કરતા હાહાકાર

876

અમરેલીમાં આવેલી કે.એમ.જાની નર્સિંગ કોલેજમાં કામ કરતી ૨૩ વર્ષીય યુવતીએ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ૧૪-૭-૨૦૧૯ના બપોરે બે વાગ્યાના અરસામાં કોલેજમાં આ મહિલા કર્મચારી એકલી હતી ત્યારે કોલેજના સંચાલક અતુલ જાનીએ યુવતીની એકલતાનો લાભ લઇને પગાર વધારો કરી આપવાના બહાને હાથ પકડી ગળે લાગવાનો પ્રયત્ન કર્યો હતો અને ચૂંબનની માંગણી કરી હતી.

મહિલા કર્મચારીએ હિંમત કરીને કોલેજના સંચાલક સામે ફરિયાદ નોંધાવી છે. આરોપી અતુલ જાની અમરેલીમાં તુન્ની વિદ્યામંદિર સહિતની શાળાઓ અને કોલેજો ચલાવે છે. તેમજ રાશન કૌભાંડમાં પણ આ વ્યક્તિનો હાથ હોવાનો એસીબીના રિપોર્ટમાં ઉલ્લેખ છે.

પોલીસ દ્વારા આ પ્રકરણમાં ઝીણવટભરી તપાસ થાય તો મોટું સ્કેન્ડલ બહાર આવે તેમ છે. શિક્ષણ જગતને બદનામ કરતી આ ઘટનાના કારણે ખળભળાટ મચી ગયો છે.

Previous articleશેરબજારમાં તેજી : સેંસેક્સ ૨૩૪ પોઇન્ટ સુધરીને બંધ
Next articleતક્ષશિલા આર્કેડના આગમાં સળગી ગયેલા ડોમને તોડવાની કામગીરી શરૂ