શેરબજારમાં તેજી : સેંસેક્સ ૨૩૪ પોઇન્ટ સુધરીને બંધ

381

શેરબજારમાં આજે તેજીનું મોજુ રહ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૨૩૪ પોઇન્ટ સુધરીને ૩૯૧૩૧ની સપાટીએ રહ્યો હતો. યશ બેંક, તાતા મોટર્સ, સનફાર્મા, એનટીપીસીના શેરમાં તેજી રહી હતી. ટીસીએસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એચસીઆઈ ટેકનોલોજીના શેરમાં મંદી રહી હતી. બ્રોડર નિફ્ટી ૭૩ પોઇન્ટ સુધરીને ૧૧૬૬૧ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૯૯ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૫૬૫ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૩૭ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૭૨૬ રહી હતી. તમામ સેક્ટરલ ઇન્ડેક્સ આજે તેજીમાં રહ્યા હતા. આઈટી અને મિડિયા ઇન્ડેક્સમાં ઘટાડો રહ્યો હતો. નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં બે ટકાનો ઉછાળો રહ્યો હતો. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૧.૩૭ ટકા, નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં એક ટકાનો ઉછાળો રહ્યો હતો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૦.૬૯ ટકાનો ઉછાળો રહ્યો હતો. બીજી બાજુ નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૦.૫૯ ટકાનો ઘટાડો રહ્યો હતો. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો જુન મહિનામાં ઘટીને ૨૩ મહિનાની નીચે સપાટીએ પહોંચી જતા રાહતના સમાચાર મળ્યા છે. ફુગાઓ ઘટીને ૨.૦૨ ટકા થઈ ગયો છે. ડબલ્યુપીઆઈ આધારિત ફુગાઓ મે મહિનામાં ૨.૪૫ ટકા હતો. જે હવે જુન મહિનામાં ઘટીને ૨.૦૨ ટકા થઈ ગયો છે. જુન ૨૦૧૮માં આ આંકડો ૫.૬૮ ટકા હતો. બટાકાના હોલસેલ મુલ્ય જુનમાં ૨૪.૨૭ ઘટી ગયા છે. જ્યારે મે મહિનામાં બટાકાના મોંઘવારી દર ૦થી ૨૩.૩૬ ટકા નીચે રહ્યોછે. જુન મહિના માટેના રિટેલ ફુગાવાના આંકડા શુક્રવારના દિવસે જારી કરાયા હતા. સતત છઠ્ઠા મહિનામાં તેજીના વલણ સાથે જૂન મહિનામાં રિટેલ ફુગાવાનો આંકડો વધીને ૩.૧૮ ટકા થઇ ગયો છે. ખાદ્યાન્ન ચીજવસ્તુઓ, દાળ, માંસ અને ફિશ જેવી પ્રોટીનથી સમૃદ્ધ ચીજવસ્તુઓની કિંમતમાં વધારો થયો છે. કન્ઝ્‌યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત રિટેલ ફુગાવો જૂન ૨૦૧૮માં ૪.૯૨ ટકા હતા જ્યારે ગયા મહિનામાં ફુગાવો ૩.૦૫ ટકા હતો. રિટેલ ફુગાવો આ વર્ષે જાન્યુઆરીથી સતત વધી રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં ફુગાવો ૧.૯૭ ટકા હતો. કન્ઝ્‌યુમર ફુગાવો ખાદ્યાન્ન ફુગાવાની વાત કરવામાં આવે તો જૂનમાં ૨.૧૭ ટકા રહ્યો છે. શેરબજારમાં ગઇકાલે તેજી જોવા મળી હતી. કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૧૬૦ પોઈન્ટ ઉછળીને ૩૮૮૯૭ની ઉચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૬ પોઈન્ટ ઉછળીને ૧૧૫૮૮ની ઉચી સપાટીએ રહ્યો હતો. જુલાઈ મહિનામાં મોનસુનની પ્રગતિ ઘટી ગઈ છે. દેશમાં ઓછો વરસાદનો આંકડો રહ્યો છે જેથી ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. જૂન મહિનામાં ૩૩ ટકા ઘટ રહ્યા બાદ જુલાઈ મહિનામાં ૧૨ ટકાની ઘટ રહી છે.  એફપીઆઈ દ્વારા જુલાઈ મહિનામાં હજુ સુધી ૩૫૫૧ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા છે. આંકડા દર્શાવે છે કે, પહેલીથી ૧૨મી જુલાઈ વચ્ચેના ગાળા દરમિયાન ઇક્વિટીમાંથી એફપીઆઈ દ્વારા ૪૯૫૩.૭૭ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા પરંતુ ડેબ્ટ માર્કેટમાં ૮૫૦૪ કરોડ ઠાલવી દેવામાં આવ્યા છે. આની સાથે જ ૩૫૫૧.૦૧ કરોડ રૂપિયાનું રોકાણ રહ્યું છે. જુલાઈ મહિનામાં હજુ સુધી વિદેશી મૂડીરોકાણકારો દ્વારા વેચવાલીનું વલણ અપનાવ્યું છે. એફપીઆઈ દ્વારા ૪૯૫૪ કરોડ રૂપિયાની કિંમતના ઇક્વિટીનું વેચાણ કર્યું છે.

Previous articleનિયમોના ઉલ્લંઘન મુદ્દે RBIએ એસબીઆઇને ૭ કરોડનો દંડ ફટકાર્યો
Next articleપગાર વધારવાની લાલચે સંચાલકે મહિલાને ચુંબનનો પ્રયાસ કરતા હાહાકાર