શાંતિ માટે પ્રખર ચિંતકોની મનનિય વાતો

566

બસ….. શાંતિ છે….

આ શાંતિ એક ભ્રાંતિ છે.હ ક્કિતમાં આજની ભૌતિકતાની ભ્રમણજાળમાં માનવી એવો ફસાયો છે કે સાચી શાંતિ મેળવવી મુશ્કેલ બની છે. અશક્ય તો નથી જ. અગાઉ પણ મારા આરોગ્ય વિષયક લેખોમાં આરોગ્યની વિશ્વ સંસ્થાની વ્યાખ્યામાં જણાવ્યા મુજબ આરોગ્ય એટલે શારીરિક, માનસિક અને સામાજિક સ્વસ્થતાની પરિસ્થિતિ. માત્ર રોગની ગેરહાજરી એટલે આરોગ્ય તેવું નથી. નિરોગી જીવન માટે માનસિક શાંતિ ખુબ જ જરૂરી છે. આવી ચિંતાજનક પરિસ્થિતિ દુર થતાં મનની હળવાશ અનુભવાય છે. તે દ્વારા તનની દુરસ્તી વધે છે અને સામાજિક સ્વસ્થતાં પણ વધવાથી સાચું આરોગ્ય મળે છે.

ડોકટર સ્ટીવેન્સને આ વિષયમાં ખુબ જ વિગતવાર અને જીવનમાં ઉપયોગી થાય તેવી માહિતીનો ભંડાર આપ્યો છે. તેનો ટુંકસાર અત્રે પ્રસ્તુત  છે. જેનું રોજબરોજ રટણ તેમાના થોડા ભાગનું નિત્ય વાંચન, તેમાના કેટલાક અમુલ્ય રસોનું સતત રસપાન, જીવનરસને સરસ અને નિરોગી બનાવશે. અલબત્ત ! રોજબરોજ વાંચન, મનન અને અમલ જરૂરી છે. વાત અધરી છે. પરંતુ તેના ફળો ખુબ જ મીઠા મળશે તે હક્કિત સ્વીકાર્ય બની છે.

મનમાં શાંતિ ન હોય, સતત તાણ (જાહેર કે અજ્ઞાત) રહેતી હોય કે હળવાશનો અભાવ હોય ત્યારે નીચેના ચિન્હો ફરિયાદો દર્દીઓ જોવા મળે છે. (૧) નાનીનાની બાબતો કે પ્રશ્નો અધરાપણું લાવે છે. (ર) થજોડી નિરાશાથી ગભરાય જવાય છે. (૩) સમાજમાં હળવા મળવામાં તકલીફ પડે છે. (૪) લોકો સાથેના સામાન્ય વ્યવહારમાં તાણ અનુભવાય છે. (પ) પોતાના અંગત પ્રશનો નાના હોય છતાં ખૂબ મોટા લાગે છે. (૬) ખોટો ખોટો ડર લાગે છે. (૭) જીવનમાં ખુશી આવે તો પણ તેને નકારાત્મક રીતે જુએ છે. (૮) ખુશી મળે તો પણ તેને નકારાત્મક રીતે જુએ છે. (૮) ખુશી મળે તો પણ તેનો ઉપભોગ ન કરી શકે. (૯) અવિશ્વાન્સની લાગણી તથા અસલામતીની લાગણી સતાવે છે. (૧૦) પોતાને હોઈ ચાહતું નથી કે મારો કોઈ ભાવ નથી પુછતું તેવી લાગણી સતત થાય કરે. (૧૧) ભવિષ્યમાં મુશ્કેલી આવશે  તો મારૂ શું થશે ? તેવો કાલ્પનીક ભય સતાવ્યા કરે. (૧ર) આત્મવિશ્વાસનો અભાવ. (૧૩) નાની નાની શારીરિક તકલીફોની વણજાર…. તબીબો કહેશે તમને કોઈ તનની વ્યાધી નથી. ખાઈ પીને મજા કરો. (૧૪) લઘુતાગ્રંથી અને તેનું હંમેશનું વળગણ…. વગેરે વગેરે….

અમુક ચિનહો, અમુક સમયે દેખાય તે સ્વાભાવિક છે. પરંતુ આવા લક્ષણોની સતત હાજરી તાણ રોગ (અશાંત મન) માટેના લાલ સિગ્નલ સમાન છે.

આવું થાય ત્યારે તુરંત જ મનોરોગ ચિકિત્સક પાસે દોડી જવાને બદલે શાંત ચિત્તે એકાંતમાં બેસી જવું.  આ બધા ચિન્હોનું મુળ શું છે ? તે શોધવા પ્રયત્ન કરો. નિવારી શકાય તેવી પરિસ્થિતિને સમજદારીપુર્વક દુર કરો. પોતાના બસની વાત ન હોય તો અન્ય મિત્ર, સગા સંબંધી (નજીકના હિતેચ્છુ)ની મદદ લેવી.ે ખુલ્લા દિલે ચર્ચા કરવી. દિલનો ભાર હળવો કરો. સાદી ભાષામાં  કહીએ તો કોઠો ઠાલવવો અર્ધી ચિંતા દુર થશે. અશાંતિના વમળો સ્થિર થશે.  જેમ પાણીમાં સ્થીરતા આવવાથી પ્રતિબિંબ ચોખ્ખું દેખાય છે. તેમ સાચી પરિસ્થિતિની તસ્વીર (જે પહેલા ધુંધળી દેખાતી હતી) નજરે પડશે અને સાચો ઉકેલ મળવાની શક્યતાઓ વધશે.

ડો. જયોર્જ સ્ટીવેન્સની માફક આ વિષયના નિષ્ણાંતો આવા સમયે હવાફેર કરવાનું પણ સુચવે છે. વાતાવરણ બદલાય છે. ત્યારે મન પર રહેલા તાણના ઝાળા સાફ થવા માંડે છે. તાત્કાલિક હવા ફેર કે સ્થળ ફેર ન થઈ શકે તો ઘરનીબ હાર ફરવા નિકળી જવું . ઝડપથી ચાલવું અને ઉંડા ઉંડા શ્વાસ લેવા. કુદરતના સૌંદર્યનું પાન કરવું. એ પણ શક્ય ન હોય તો સુઈ જવું. ઉંધવા પ્રયત્નો કરવો બને ત્યાં સુધી ઉંધની ગોળી ન લેવી. તેને બદલે ધાર્મિક પુરૂષો, સંત, મૌલવી કે ગુરૂ પાસે જઈ સંગ કરવો. આ મહાપુરૂષો થોડી શ્રણોમાં તમને એ વાત ગળે ઉતારી દેશે કે તમારી વાત બહુ ગંભીર નથી. તમે ધારો છો તેટલી ગંભીર તો નથી જ. માત્ર આટલું આશ્વાસન અને સમજણ ચિંતાશામક દવા કરતાં અનેકગણું કાર્ય કરશે.  અને આડ અસર (સાઈડ ઈફેકટ) નહીં આવે તેન ફામાં ! એ પણ શક્ય ન હોય તો સારા પુસ્તકોનું વાંચન શરૂ કરી દેવું. આમ કરવું તે વખતે ગમશે નહીં. પરંતુ મન મજબુત કરી મહાપુરૂષોના જીવન તથા લેખો વાંચો, વિચારો અને વાગોળો. ચમત્કારીક પરિણામ આવશે. ઈ.એ.

મન થોડું શાંત થાય ત્યારે કાગળ પર મુશ્કેલીઓનું એક લીસ્ટ બનાવવું. મોટી મુશ્કેલીઓને ક્રમ પ્રમાણે ગોઠવી તેને ક્રમાનુસાર ધીરજપુર્વક જરૂર પડે તો યોગ્ય વ્યક્તિની મદદથી ઉકેલવી.

તનદુરસ્તી સારી ન હોય તો પણ મનની શાંતિ ડહોળાય છે.મ ાટે તેના યથાયોગ્ય ઉપાયો કરવા. સામાજિક અવ્યવસ્થા પણ મનની શાંતિને બગાડે છે. તે માટે સામાજિક સ્વસ્થતા મેળવવા માટે વડિલો, અનુભવીઓ તથા અંગત વ્યક્તિનો સહાર તથા શિખામણ લેવા…. અપનાવવા. તેમાં જરા પણ સંકોચ ન રાખવો. આવે વખતે જયારે મન અશાંત હોય ત્યારે ધીરજ ગુમાવવી, ગુસ્સો કરવો, તથા શોર્ટકટ (ટુંકા રસ્તા) ભયંકર પરિણામો લાવી શકે.  જો પરિસ્થિતિ બદલી ન શકાય તેવી હોય તો તેને આવકારવી અને સહર્ષ સ્વિકારવી. એક તત્વચિંતકે તો ખુબ જ સુંદર કહ્યું છે કે મુશ્કેલીઓ આવવાની જ છે તેવી માનસિક તૈયારી રાખો. હકારાત્મક વલણ સાથે જેને અંગ્રેજીમાં  એન્ટીસીપેટ કહે છે. અને જો ખરેખર મુશકેલી આવે તોત ેને સ્વીકારો એસેપ્ટ અને આવી મુશ્કેલીઓનું નિવારણ શકય જ ન હોય તો તેને સહર્ષ માણો… અન્જોય…આમ એન્ટીસીપેટ, એસેપ્ટ એન્ડ એન્જોયનો મંત્ર યાદ રાખવો. અમલીકરણ ખુબ જ મુશ્કેલ છે. પરંતુ અશક્ય તો નથી જ. મોટાભાગે સમય જતા મુશ્કેલી દુર થાય છે. કહ્યું છે ને દુઃખનું ઓસડ દહાડા.

દર્દ જબ હદસે બઢ જાતા હૈ તો

દર્દ હી ખુદ દવા બન જાતી હૈ.

આમ, જીવનમાં પોતાની મર્યાદા સમજી લેવાની સાથે, સહનશક્તિ વધારવાના ઉપાયોનો સતત પ્રયાસ કરવો જરૂરી છે. આ ફીલોસોફીની યોગ્ય સમજણ સાથે જીવનની વાસ્તવિકતાનો સુંદર સમન્વય કરી મધ્યમમાર્ગી જીવનની કલા હસ્તગત કરવાથી મોટા ભાગની અશાંતિ લાવનારી પરિસ્થીતિ દુર થશે.

અલબત્ત ! કેટલાક કિસ્સાઓમાં આવી અશાંતિ માટે નિષ્ણાંત પાસે જઈ પુરેપુરી વેજ્ઞાનિક સારવાર લેવી જરૂરી છે. મનોવૈજ્ઞાનિક આ દિશામાં ઘણું સુંદર પરિણામ આપી શકે છે. પરંતુ સારા તબીબની પસંદગી, તેની પુરેપીર સારવાર અને યોગ્ય  જીવનશૈલી નીરોગી જીવનની મજા આપી જીવનમાં સાચી શાંતિ લાવી શકે છે. નિમહકીમો તથા અંધશ્રધ્ધા આવા અશાંત લોકોને ખુબ ખુબ (ખુબ જ) હાની કરી અશાંતિ ઉભી કરે છે. આવા અશાંત સામાજિક તત્વોથી સાવધન…..

Previous articleમહેસાણા-સિધ્ધપુર માર્ગ સીક્સ લેન બનાવવાની તૈયારી
Next articleસોલ્વ ઈટ, LIVE વિથ ઈટ ઓર LEAVE ઈટ