૨૦ દિવસમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં અધધ…૩.૨૨ રૂપિયાનો વધારો

412

આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રુડની કિંમતોમાં થઇ રહેલી વધઘટ વચ્ચે પ્રજાના ખિસ્સા પર બોજ ભલે વધી રહ્યો હોય પણ સરકારના એય હાથમાં લાડુ છે. એક તરફ પેટ્રલીયમ પદાર્થ પર અપ્રત્યક્ષ કર વસુલાત છેલ્લા ચાર વર્ષમાં જ ૧૩૫.૬૦ ટકા વધી ગઇ છે તો બીજી બાજુ પેટ્રોલ ડીઝલ વેચાતી સરકારી કંપનીઓનો નફો વધે તો તેનો મોટો હિસ્સો પણ સરકારની ઝોળીમાં જ જવાનો.

પેટ્રલીયમ મંત્રાલયના તૈયાર આંકડાઓ દર્શાવે છે કે ૨૦૧૪-૧૫માં સરકારને પેટ્રોલિયમ પદાર્થોના  વેચાણથી ૧,૨૬,૦૨૫ કરોડ રૂપિયા મળ્યા હતા જે ૨૦૧૮-૧૯માં ૧૩૫.૬૦ વધીને ૨,૯૬,૯૧૮ કરોડ રૂપિયા થઇ ગયા હતા.

જો પેટ્રોલિયમ પદાર્થોનું વિતરણ કરતી કંપનીઓ દ્વારા સરકારને ચુકવાયેલ આવકવેરો , કોર્પોરેટ ટેક્ષ , લાભ પર લાભાંશ, વગેરે ઉમેરવામાં આવે તો આ રકમ હજુ પણ વધી જાય . ૨૦૧૪-૧૫માં સરકારને આ બધા કર સાથે ૧,૭૨,૦૬૫ કરોડ રૂપિયા મળ્યા હતા. જે ૨૦૧૮-૧૯માં વધીને ૩,૬૫,૧૧૩ કરોડ થઇ ગયા છે. આ વધારો ૧૧૨,૨૦ ટકા છે.

ક્રુડના ભાવમાં વધારો થવાના કારણે છેલ્લા ૨૦ દિવસમાં જ પેટ્રોલમાં ૩.૧૨ અને ડીઝલમાં ૨.૩૩ રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. ૧૨ નવેમ્બર૨૦૧૪ થી અત્યાર સુધીમાં સેન્ટ્રલ ઉત્પાદન શુલ્કમાં ૧૦ વાર વધારો થઇ ચુકયો છે. છેલ્લો વધારો ૨૧ જૂને બજેટ દ્વારા કરવામાં આવ્યો છે.

Previous articleઅમરનાથ યાત્રા : જુલાઇમાં ૨.૨૦ લાખ શ્રદ્ધાળુના દર્શન
Next articleઆરઆઈએલના આજે પરિણામ જાહેર થશે