ટ્રમ્પના ‘ગો બેક’ટિ્‌વટ પછી અમેરિકામાં શિવ મંદીરના પુજારી ઉપર હુમલો

434

ન્યૂયોર્કના ફ્‌લોરા પાર્કમાં ૫૨ વર્ષીય એક વ્યક્તિએ હિન્દુ પુજારી ઉપર હુમલો કર્યો છે. પુજારી જ્યારે ફ્‌લોરા પાર્કમાં પોતાના ધાર્મિક પહેરવેશમાં મંદિરની નજીક ચાલી રહ્યા હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો. સ્વામી હરીશ ચંદ્ર પુરીએ જણાવ્યું હતું કે ગુરુવારે લગભગ ૧૧ કલાકે (સ્થાનિક સમય) ગ્લેન ઓક્સમાં શિવ શક્તિ પીઠની નજીક જ્યારે ધાર્મિક પહેરવેશમાં રસ્તા ઉપર ચાલી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ પાછળથી આવ્યો હતો અને મારી ઉપર હુમલો કર્યો હતો. વધારે ઈજાના કારણે સ્વામી હરીશ ચંદ્ર પુરીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. એક ચેનલના મતે આ હુમલામાં સ્વામી હરીશ ચંદ્ર પુરીને માથા સહિત આખા શરીરમાં ઇજા પહોંચી છે. પોલીસે આ હુમલા બદલ ૫૨ વર્ષના સર્જિયો ગૌવિયાની ધરપકડ કરી છે.

તેની ઉપર હુમલો કરવો, ઉત્પીડન અને ક્રિમિનલ પઝેશન ઓફ વેપનનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસએ વાતની તપાસ કરી રહી છે કે આ હુમલાને હેટ ક્રાઇમ તરીકે ગણવો કે નહીં.જે લોકો નિયમિત રીતે મંદિર જાય છે તેમનો મત છે કે પુજારીને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઘટના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક ટિ્‌વટના ચાર દિવસ પછી થઈ હતી. ટ્રમ્પ ચાર મુસ્લિમ મહિલાઓ પર નિશાન સાધતા કહ્યું હતું કે તે જ્યાંથી આવ્યા છે ત્યાં પાછા જતા રહો.

Previous articleબંગાળમાં શહીદ દિવસ પર મમતાનું ફરી શક્તિપ્રદર્શન
Next articleકર્ણાટક : આજે કુમારસ્વામી વિશ્વાસમત મેળવે તેવા સંકેત