રાજુલા શહેરમાં પાણી, સફાઇ નિયમિત મળતા લોકોને રાહત

466

રાજુલા શહેરમાં નગરપાલિકા દ્વારા પાણી અને સફાઇ અભિયાનમાં અગ્રેસર ઉપપ્રમુખ અને પાણી પૂરવઠા બોર્ડની શહેરમાં સતત દેખરેખ છે. રાજુલા નગરપાલિકા એટલે આમ તો છેલ્લા ઘણાં સમયથી સભ્યોની સખળડખળને કારણે પંકાયેલી છે. પરંતુ આ પાલિકામાં કોંગ્રેસની પુનઃ બોડી અમરીશભાઇ ધારાસભ્ય બેસાડતાં પાલિકાની સફાઇ અને લાઇટની જવાબદારી પ્રવિણભાઇ અને કનુભાઇ ધાંખડાએ લીધી જે જવાબદારી કેવી રાત દિવસ જોયા વિના પાણી છે. કે નહીં ક્યાં વિસ્તારમાં પાણી જે આપવાનું છે કેટલો સમય પાણી આપવાનું છે. વાલમેન આવ્યો કે નહીં વેસ્ટ પાણી ક્યાંય હતું કે નથી ક્યાં લાઇટ ન હો તો પાણી આપવું નહિં જે તમામ જવાબદારી તેમને શિરે હતી વાલમેન આવ્યો કે નહીં સમયસર આવ્યો કે કેમ આવ્યા છે કે નહિં તે સતત દેખરેખના કારણે રાજુલા શહેરમાં છેલ્લા ત્રણ માસથી એકાંતરા પાણી મળી રહ્યું છે. હાલ ભયંકર ઉકળાટ અને ગરમી હોવા છતાં લોકો પાણી વિના ન રહે તે માટે સતત રાત દિવસ જોયા વિના ઉપપ્રમુખ કનુભાઇ ધાંખડા દોડધામ કરી રહ્ય છે. કર્મચારી કિરીટભાઇ પંડ્યા તથા ઉદયભાઇ નસીત પ્રવિણભાઇ વાઘેલા સતત જાગૃત અને કારણે આજે લોકો પાણીનો પોકાર ક્યાંય જોવા મળતો નથી. અને લાઇટ રાત્રીના સ્ટ્રીટલાઇટના હોય તેવું ક્યારેય બનતું નથી. રાજુલામાં હવે તો સફાઇ અભિયાન શરૂ થઇ ગયું છે. રાજુલા શહેરનો ને કેવું છે કે સરકાર ભલે ભાજપની હોય કોંગ્રેસની હોય પરંતુ વિજળી અને પાણી નિયમિત આપે તે જ અમારા મન સાચા સેવકો.

Previous articleદાત્રડ શાળામાં BOB દ્વારા નોટબુક વિતરણ
Next articleરાષ્ટ્ર ઘડતરમાં શિક્ષકોનું યોગદાન પર વ્યાખ્યાન