મોદી સરકાર-૨નો ૫૦ દિનનો રિપોર્ટ કાર્ડ નડ્ડા દ્વારા રજૂ થયો

401

ભાજપના કારોબારી અધ્યક્ષ જેપી નડ્ડાએ મોદી સરકારની બીજી અવધિના ૫૦ દિવસનો રિપોર્ટ કાર્ડ આજે રજૂ કર્યો હતો. ભાજપના હેડક્વાર્ટર ઉપર મિડિયા સાથે વાતચીત કરતા નડ્ડાએ કહ્યું હતું કે, હજુ સુધી અમે ૧૦૦ દિવસના રિપોર્ટ કાર્ડને જોતા હતા પરંતુ મોદીએ ૫૦ દિવસના જ પોતાની સરકારના કામોની માહિતી આપવાનો નિર્ણય કર્યો છે. મોદી સરકારને ખેડૂત, મજુર અને નબળા વર્ગના લોકો માટે સમર્પિત તરીકે ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, અમે દેશને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છે. છેલ્લા ૫૦ દિવસના ગાળામાં જ અમે નબળા વર્ગના લોકોનું ધ્યાન રાખી રહ્યા છે. જેપી નડ્ડાએ ગ્રામિણ ભારતના દરેક ગામ અને ઘરમાં ૨૦૨૪ સુધી સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવાની યોજનાને ક્રાંતિકારી પહેલ તરીકે છે. તેમણે કહ્યું હતું કે, ગ્રામિણ વિસ્તારોમાં રહેતા લોકો સારી રીતે જાણે છે કે, સ્વચ્છ જળ તેમના માટે કેટલી મહત્વપૂર્ણ બાબત છે. દેશના તમામ ગામ અને ઘરમાં સ્વચ્છ જળની વ્યવસ્થાની દુરગામી અસરની તકલીફને સમજવાની જરૂર છે.

નડ્ડાએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં ૧.૨૫ લાખ કિલોમીટર માર્ગોને અપગ્રેડ કરવામાં આવનાર છે. ગામોને બજારો સાથે જોડવા ઉપર મુખ્ય ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ગ્રામિણ અર્થતંત્રને મજબૂત કરવાની દિશામાં નવા પગલા લેવાઈ રહ્યા છે. જેપી નડ્ડાએ સરકારની અનેક યોજનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ૨૦૨૨ સુધી એક કરોડ ૯૫ લાખ ઘર સુધી ગેસ, શૌચાલય અને જળની વ્યવસ્થાનું વચન આપવામાં આવ્યું છે. મજુરોને નિવૃત્તિ બાદ ૩૦૦૦ રૂપિયા સુધી પેન્શન આપવાના નિર્ણય પણ પ્રશંસાપાત્ર છે. નારી તુ નારાયણી સ્કીમમાં મહિલાઓને લોનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ખેડૂતોને ખર્ચ કરતા દોઢ ગણા સમર્થન મુલ્ય અપાયા છે. ત્રણ કરોડ નાના કામદારોને પેન્શન સ્કીમ સાથે જોડવામાં આવ્યા છે.

 

Previous articleખરાબ હવામાન વચ્ચે અમરનાથ યાત્રા મોકૂફ : શ્રદ્ધાળુ નિરાશ થયા
Next articleકારગિલ યુદ્ધમાં જીતના ૨૦ વર્ષ પૂર્ણ : જવાનોને શ્રદ્ધાંજલિ