ગઢડા તાલુકા પંચાયતના અદ્યતન સુવિધા સાથેના નવ નિર્મિત બિલ્ડીંગનું લોકાપર્ણ

592

બોટાદ જીલ્લા ના ગઢડા તાલુકા પંચાયત નુ રુપિયા ૨.૪૬ કરોડ ના ખર્ચે અદ્યતન સુવિધા વાળું બિલ્ડીંગ નું રાજયપા મંત્રીઓ અને સાંસદ સભ્ય ની હાજરીમાં આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં નવ નિમિર્ત તાલુકા પંચાયત ભવન ગઢડા ખાતે મહાનુભાવો નું આગમન લોકાર્પણ અને તાલુકા પંચાયત ભવન ગઢડા નું નિરીક્ષણ. દીપપ્રગટય. પી.એમ.એ.વાય (ગ્રા) લાભાથઓને મંજુરીપત્ર અર્પણ કરવામાં આવ્યાં હતાં. નવા નિર્માણ પામેલ ગ્રામ પંચાયત ભવનનો ની ચાવીનું અર્પણ કરવામાં આવ્યુંહતું. અન્ન વિતરણ અને પૂર્ણાદિવસના નિમિર્ત પોષણ કીટનુ વિતરણ. યશોદા એવોર્ડ વિતરણ. આંગણવાડી કાર્યકર/તેડાગર બહેનોને ગણવેશ સાડીનું જેવા

કાર્યક્રમો નુ આયોજન કરવામાં આવ્યું હતું.ગઢડા શહેરમાં આવેલ કુમારપ્પા કોલેજ ખાતે ગઢડા તાલુકા પંચાયત ના નવા બનાવેલ બિલ્ડીંગ નુ રાજ્ય ના ઉર્જા મંત્રી સૌરભ ભાઇ પટેલ પંચાયત મંત્રી જયદ્રથસિહ પરમાર બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવે  સાંસદ ભારતીબેન શિયાળ ની ગેરહાજરી જોવાં મળી હતી.કાર્યક્રમ માં પુર્વ કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર બોટાદ ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી સહીત જીલ્લા અધિકારી જીલ્લા પોલીસ વર્ડા સહીત તાલુકા અધિકારી ઓ અને ગઢડા તાલુકા તમામ સરપંચો સહીત આંગણવાડી બહેનો સહીત શહેરીજનો હાજર રહ્યા હતા…

ગઢડા તાલુકા પંચાયત ના નવા બિલ્ડીંગ માં મિટિંગ હોલ અલગ અલગ વિભાગની ૧૦ બ્રાંચો વેઇટીનગ રૂમ પ્રમુખ ઉપ.પ્રમુખ ચેરમેન અને ટીડીઓ ની ઓફિસ તેમજ આરો પ્લાન્ટ પાણની સુવિધાઓ કરવામા આવી છે.

Previous articleદિપડાને પીજરે પુરવાની માંગ સાથે તળાજા મામલતદારને આવેદન અપાયું
Next articleદામનગરની આંગણવાડીઓમાં મધર ચિંત્ર સ્પર્ધાનું આયોજન