તળાજા તાલુકાના જુના રાજપરા અને રેલીયા ગામે દિપડો ત્રાટક્યો

837

તળાજા પીથલપુર રાજપરા  ગોપનાથ ઝાઝમેર વેજોદરી  પરતાપરા સહીત ના ગ્રામ્ય વિસ્તારોમાં દરોજ માનવ ભક્ષી દિપડા અને રાની પશુ ઓ  લોકો પર અને  પશુ ઉપર દરોજ હુમલો કરીરયા છે જેમા  ઘાયલ અને મોત પણ થયા છે ત્યારે માણસ ની કાઈ કીમત જ ના હોઈ ? તેમ લાગી રહ્યું છે તેમ ગામના  અગ્રણી એ જણાવ્યું હતું આજે  રાત્રે રાજપરા ગામ ના   ધનીબેન ડાહ્યાભાઈ ચૌહાણ ઘરે સુતા હતા ત્યારે દિપડાએ હુમલો કર્યો હતો અને માજી જાગી જતા દેકારો કરતા પરીવારના સભ્યો જાગી ગયા હતા અને દેકારો પડકારો કરતા દિપડો ભાગી ગયો હતો અ ને નજીક ના રેલીયા ગામે પણ કાચીબેન  બચુભાઈ પરમાર. ઉ. વ. ૮૫    ઉપર હુમલો કર્યો હતો બન્નેને તાકીદે તળાજા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા અને રાજપરા ગામ ના સરપંચ  ફોરેસ્ટ વિભાગ ને જાણ કરતા મોડી રાત્રે ફોરેસ્ટ ઓફિસર આર એફ એમ કે. વાઘેલા પરવીણાબેન   જી એફ વાઘેલા સહીતના સ્ટાફે દોડી ગયા હતા અને ત્રણ જગ્યાએ પાજરા મુક્યા હતા  અત્રે ઉલ્લેખનીય છે કે એક જ દિપડા   છે કે બે  ખેડૂતો   વાડી વિસ્તારમાં જતા ડરી રહ્યાં છે વિધાર્થીઓ ને શાળામાં અભ્યાસ બંધ કરી દેવામાં આવ્યો છે જવા નહી  દેય તેમ ચીમકી ઉચ્ચારી હતી.

Previous articleચોરી કરેલા બાઇક સાથે ખંભાતનાં શખ્સને ઝડપી લેતી ભાવ એલસીબી
Next articleનિવૃત્ત થતા જાફરાબાદ શાળાનાં શિક્ષકનો જન્મદિવસ ઉજવાયો