ચોરી કરેલા બાઇક સાથે ખંભાતનાં શખ્સને ઝડપી લેતી ભાવ એલસીબી

747

આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહરે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ભયપાલસિંહ ચુડાસમા, જયદિપસિંહ ગોહિલને સયુકત બાતમીરાહે હકિકત મળેલ કે નિલમબાગ સર્કલ સ્વિમીંગ પુલ પાસે એક ઇસમ શંકાસ્પદ મોટર સાયકલ સાથે ઉભો છે. તે મોટર સાયકલ ચોરી કરી લાવેલ છે. તેવી હકિકત મળતા  પંચો સાથે  બાતમી વાળી જગ્યાએ જઇ ખરાય કરતા બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા નામ સરનામું પુછતા ભગવાન ઉર્ફે ભગીરથ પુજાભાઇ સીન્ઘા ઉવ.૨૪ રહે. કલમસર ભાથીજી ફળીયું તા. ખંભાત વાળો હોવાનું જણાવેલ તેની પાસેના મો.સા. હીરો હોન્ડા સ્પલેન્ડર કંપની નું જેના .નંજીજે-૦૪-બીજી-૧૮૬૭ નું મળી આવતા કાગળો માંગતા નહી હોવાનું જણાવતા અને આઘાર પુરાવા રજુ કરવા જણાવતા ફર્યુ ફર્યુ બોલતા અને આઘાર પુરાવો રજુ નહી કરતા સદરહું મો.સા. ચોરી કરી અગર છળ કપટથી મેળવેલાનું જણાતા શકપડતી મિલ્કત ગણી સીઆરપીસી-૧૦૨ મુજબ કિ.રૂ. ૨૦,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ છે. અને મજકુર ઇસમને સીઆરપીસી-૪૧(૧) ડી મુજબ ઘોરણ સર અટકાયત કરી મજકુરની વિશેષ પુછપરછ કરતા સદરહું મો.સા. તેણે ભાવનગર એસ.ટી. બસ સ્ટેશન માંથી  અઢી વર્ષ પહેલા ચોરી કરેલાની કબુલાત કરતા તેના વિરૂધ્ધમાં કાગળો તૈયાર કરી ભાવનગર શહરે  નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.

Previous articleવડોદરાની જેલમાંથી પેરોલ જમ્પ કરેલ ત્રિપલ મર્ડરનો આરોપી એલસીબીની ઝપટમાં
Next articleતળાજા તાલુકાના જુના રાજપરા અને રેલીયા ગામે દિપડો ત્રાટક્યો