શિવકુંજ આશ્રમ જાળીયામાં શ્રાવણ માસમાં મહાયાગ

603

શિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વાનંદમાતાજીની નિશ્રામાં સંપૂર્ણ શ્રાવણ માસ દરમ્યાન દ્વિતિય મહાયાગ યોજાશે. અહિં સંતો, મહંતો, વિદ્વાનોે પણ જોડાશે. શ્રાવણ સુદ-૧ ગુરૂવાર તા.૧થી એકાદશ દિવસીય મહારૂદ્રયાગ પ્રારંભ થશે. પૂર્ણાહૂતિ શ્રાવણ સુદ-૧૧ રવિવાર તા.૧૧ સાંજે થશે. તા.૧૨થી સપ્ત દિવસીય મહાકાલ ભૈરવ યાગ પ્રારંભ થશે. પૂર્ણાહૂતિ શ્રાવણ વદ-૩ રવિવાર તા.૧૮ સાંજે થશે. સોમવાર તા.૧૯ એક દિવસીય દુર્ગાયાગ યોજાશે. પ્રારંભ સવારે અને પૂર્ણાહૂતિ સાંજે થશે. મંગળવાર તા.૨૦થી દ્વિતિય એકાદશ દિવસીય મહારૂદ્રયાગ પ્રારંભ થશે. પૂર્ણાહૂતિ શ્રાવણ વદ-૩૦ અમાસ શુક્રવાર તા.૩૦ સાંજે થશે. વિશ્વાનંદ માતાજીની નિશ્રામાં આ વિવિધ યજ્ઞો સાથે રક્તદાન, દંતયજ્ઞ, નેત્રયજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. વાસ્તુશાસ્ત્ર અને વેદ પરંપરા આધારિત આ યજ્ઞોમાં યજ્ઞશાળામાં નિર્દેશક શાસ્ત્રી પરમેશ્વરી પ્રસાદ ત્રંબકલાલ  રહ્યા છે. આચાર્યપદે શાસ્ત્રી અનંતભાઇ ઠાકર અને ઉપાચાર્યપદે શાસ્ત્રી તુષારભાઇ ઠાકર રહેશે. યજ્ઞ સંકલનમાં ઠાડચ ધુણાગાદીપતિ રાજુગીરી ગોસ્વામી તથા નંદલાલભાઇ જાની રહ્યા છે. આ મહાયાગ પ્રસંગે અહીં સંતો, મહંતો, વિદ્વાનો વગેરેનો લાભ મળનાર છે. આયોજન સેવામાં આશ્રમ પરિવાર અને સમસ્ત જાળિયા ગામ દ્વારા તડામાર તૈયારીઓ થઇ છે.

Previous articleભાવનગરમાં જૈન જીવનસાથી પરીચય મેળાનું આયોજન થયું
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે