પ્રા.શાળાઓનાં ફિક્સ પગાર કર્મીઓને ઉચ્ચ પગારની દરખાસ્ત મંજુર કરાઇ

639

ભાવનગર જિલ્લાના અલગ અલગ ૧૦ તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં પ્રા.શિક્ષક તરીકે કાર્યરત કર્મચારીઓની જેમને ફિક્સ પગારની નોકરીને સળંગ સેવા ગણાતા ઉચ્ચત્તર પગાર ધોરણ દરખાસ્તોને મંજુરી આપવા માટે તાલુાક સ્થળ પર કેમ્પ યોજીને મંજુરીની મહોર મારવામાં આવી છે. જેમાં ભાવનગરના ૫૫૦, ઘોઘા ૩૫૦, પાલીતાણા ૪૫૫, ઉમરાળા ૨૪૦, મહુવા ૭૩૩ તેમજ ગારિયાધાર તાલુકાના ૨૩૫ જેટલી દરખાસ્તોને મંજુર રાખવામાં આવી છે.

આગામી દિવસોમાં તળાજાથી આશરે ૮૦૦, જેસર તાલુકાની ૨૦૦, સિહોર તાલુકાની ૭૦૦ તથા વલ્લભીપુર તાલુકાની ૩૦૦ જેટલી આ દરખાસ્તોને મંજુર કરવા માટેના કેમ્પ તાલુકા મથકે યોજાશે. ઉપરાંત ૩૧ વર્ષની નોેકરી પૂર્ણ કરનાર ૫૦૦ જેટલા શિક્ષકોની દરખાસ્તોને પણ મંજુરી આપવામાં આવેલ છે.

ભાવનગર જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી કણસાગરાના માર્ગદર્શન નીચે નાયબ જિ.પ્રા.શિ. મીતાબેન દુધરેજીયા, જિલ્લા પ્રા.શિક્ષક સંઘની પ્રમુખ મધુકર ઓઝા, ધર્મેન્દ્ર ત્રિવેદી, લશ્કરભાઇ વાજા, ગજેન્દ્ર ચાવડા વગેરે આ કામગીરીમાં જોડાયા છે.

Previous articleદશામાંની મૂર્તિ-ફોટાનું વેચાણ
Next articleશાળાકીય અંડર-૧૯ ખેલકૂદ સ્પર્ધામાં આરજેએચ હાઇ.નાં વિદ્યાર્થીઓની સિદ્ધિ