શેરબજાર ફરીથી પત્તાના મહેલની જેમ કડડભુસ : કારોબારી નિરાશ

420

શેરબજારમાં આજે જોરદાર કડાકો બોલી ગયો હતો. ભારતીય શેરબજાર આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થતાં અફડાતફડી મચી ગઈ હતી. બીએસઈના ૩૦ કંપનીઓના શેર પર આધારિત સેંસેક્સ ૪૬૩ પોઇન્ટ ઘટીને આશરે ૩૭૦૧૮ની નીચી સપાટીએ રહ્યો હતો. એક વખતે તેમાં ૭૫૦ પોઇન્ટથી પણ વધુનો કડાકો ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન બોલાઈ ગયો હતો. જો કે, મોડેથી તેમાં રિકવરીની સ્થિતિ રહી હતી. બપોરમાં એક વખતે ઇન્ડેક્સ ૭૫૦ પોઇન્ટ ઘટીને નીચી સપાટીએ ઘટી ગયો હતો. બપોરે ૩ વાગે ૬૭૨ અને પોણા ત્રણ વાગે ૬૬૩ પોઇન્ટના ઘટાડા સાથે સેંસેક્સ રહ્યો હતો. જો કે, કારોબારના અંતે તેમાં રિકવરી થયા બાદ અંતે ૪૬૩ પોઇન્ટ ઘટીને ૩૭૦૧૮ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજમાં ૫૦ કંપનીઓના શેર પર આધારિત નિફ્ટી ૧૩૮ પોઇન્ટ ઘટીને ૧૦૯૮૦ની નીચી સપાટીએ રહ્યો હતો. આજે અનેક પરિબળોની અસર રહી હતી. બીએસઈ ઉપર ૨૩ કંપનીઓના શેર ઘટાડા સાથે બંધ રહ્યા હતા. માત્ર સાત કંપનીઓના શેરમાં તેજી રહી હતી. એનએસઈમાં ૧૧ કંપનીઓના શેરમાં લેવાલી અને ૩૮ કંપનીઓના શેરમાં વેચવાલી રહી હતી. મારુતિના શેરમાં ૧.૮૬ ટકાની તેજી જોવા મળી હતી જ્યારે એનએસઈમાં પણ મારુતિના શેરમાં જ ૨.૧૩ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈમાં વેદાંતા લિમિટેડના શેરમાં ૫.૫૫, ભારતી એરટેલમાં ૪.૧૦, તાતા મોટર્સના શેરમાં ૪.૫૦ ટકાનો ઉછાળો રહ્યો હતો. આજે અનેક કારણો જવાબદાર રહ્યા હતા જેમાં અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવા માટે એક કારણ જવાબદાર નથી.  દેશના  કોર ઇન્ડસ્ટ્રીઝના આંકડા ગઇકાલે ગુરૂવારના દિવસે જારી કરવામાં આવ્યા બાદ તેની પણ ચર્ચા જોવા મળી રહી છે.  આઠ કોર ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ જૂન મહિનામાં ઘટીને ૦.૨ ટકા થયો છે. સિમેન્ટ ઉત્પાદનમાં ઉથલપાથલનો દોર રહ્યો છે. આ ઉપરાંત તેલ સંબંધિત સેક્ટરોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે જે આઠને કોર ઇન્ડસ્ટ્રી તરીકે ગણવામાં આવે છે તેમાં કોલસા, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, રિફાઈનરી પ્રોડક્ટ, ખાતરો, સ્ટીલ, સિમેન્ટ અને ઇલેક્ટ્રીસિટીનો સમાવેશ થાય છે. આ આઠ કોર સેક્ટર પર દેશનું અર્થતંત્ર આધાર રાખે છે. સિમેન્ટ ઉત્પાદનમાં ૧.૫ ટકાનો ઘટાડો રહ્યો છે. ખાતર ઉત્પાદનમાં ૧.૫ ટકાનો વધારો થયો છે. બીજી બાજુ ફિસ્કલ ડેફિસિટનો આંકડો ૪.૩૨ ટ્રિલિયલ સુધી પહોંચી ગયો છે. બજેટ અંદાજ કરતા આ આંકડો જુદો જ દર્શાવવામાં આવ્યો છે.નાણાંમંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વમાં જીએસટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક  ગયા શનિવારના દિવસે મળી હતી. જેમાં જુદા જુદા પાસા ઉપર ચર્ચા વિચારણ કરવામાં આવી હતી. ચર્ચા વિચારણ બાદ ઈલેક્ટ્રિક વાહનો પર જીએસટીના દરને ૧૨%થી ઘટાડીને ૫% કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આવી જ રીતે ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જર પર જીએસટી ૧૮%થી ઘટાડીને ૫% કરી દેવાયો છે. નવા દર ૧લી ઓગષ્ટથી લાગુ કરવામાં આવશે. જુલાઈ મહિનામાં હવે વિદેશી મૂડીરોકાણકારોએ જુદા જુદા પરિબળોના પરિણામ સ્વરુપે હજુ સુધી ૩૭૫૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે.વિદેશી મૂડીરોકાણકારો દ્વારા પહેલીથી ૨૬મી જુલાઈ વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાંથી ૧૪૩૮૨.૫૯ કરોડ રૂપિયા પાછા ખેંચાયા છે પરંતુ ડેબ્ટ સેગ્મેન્ટમાં ૧૦૬૨૪.૧૫ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે.   ગઇકાલે બુધવારના દિવસે સેંસેક્સ ૮૪ પોઇન્ટ સુધરીને ૩૭૪૮૧ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૩૨ પોઇન્ટ ઉછળીને ૧૧૧૧૮ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં આજે ૧૧૭ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૫૨૬ અને સ્મોલકેપ ૧૪૦ પોઇન્ટ ઘટતા તેની સપાટી ૧૨૫૫૨ રહી હતી. તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં ઘટાડો રહ્યો હતો.

Previous article૭૧મી એસિઝ શ્રેણીની હવે શરૂઆત : ચાહક રોમાંચિત
Next article૨૦૨૨ સુધી બધાને ઘર આપવામાં આવતી અડચણો દૂર કરોઃ મોદી